Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત-ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં LAC પર ચાલી રહેલા તનાવ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શરૂઆતથી જ કેન્દ્રની મોદી સરકાર પર સવાલ ઉઠાવતા રહ્યા છે. ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ રાહુલ ગાંધી વધારે આક્રામક થઈ ગયા છે. જો કે હવે ભાજપે પણ પલટવાર કરતા કોંગ્રેસ પર જ આરોપો મૂકીને પાર્ટીની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપનું કહેવું છે કે, આવા સમયે રાહુલ ગાંધીએ દેશને ગેરમાર્ગે દોરાય તેવી રાજનીતિથી દૂર રહેવું જોઈએ.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, “હું પૂછવા માંગુ છું કે, શહીદ થયેલા વીર સપૂતોને હથિયાર વિના જોખમ તરફ કોણે ધકેલ્યા અને કેમ? આ માટે કોણ જવાબદાર છે? જણાવી દઈએ કે, રાહુલે ગઈકાલે પણ ટ્વીટ કરીને પૂછ્યુ હતું કે, લદ્દાખ સીમા પર આખરે શું ચાલી રહ્યું છે? કેન્દ્ર સરકારે દેશને એ બતાવવું જોઈએ.”

જેના પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને કોંગ્રેસ કાળમાં ચીન સાથે થયેલી સમજૂતીઓનો અભ્યાસ કરવાની સલાહ આપી છે. સંબિત પાત્રાએ 1996માં થયેલી ચીન સાથેની સમજૂતી વિશે જણાવતા કહ્યું કે, “જો તમે ભણેલા-ગણેલા નહી હોવ, તો તમને જાણકારી નહી હોય. ઘરમાં બેસીને લ઼કડાઉનનો સદુપયોગ કરીને કેટલાક પુસ્તકો વાંચવા જોઈતા હતા. ચીન સાથે કોંગ્રેસના શાસનમાં કેટલી સમજૂતી થઈ હતી? તે તમારે જોઈ લેવી જોઈતી હતી. આ સમજૂતિમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, બન્ને તરફ કોઈ પણ ગોળી નહીં ચલાવવામાં આવે અને વિસ્ફોટકોનો ઉપયોગ નહીં થાય અને સૈનિકો પણ હથિયાર નહીં રાખે.”

આ સાથે જ સંબિત પાત્રાએ જણાવ્યું કે, “શુક્રવારે ચીન મુદ્દે સર્વદલીય બેઠક છે. જેમાં રાહુલ ગાંધીએ રાહ જોવી જોઈતી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવવું જોઈએ કે, જો તેમને વડાપ્રધાન અને સેના પર વિશ્વાસ નથી, તો કોના પર વિશ્વાસ છે? રાહુલ ગાંધીએ પોતાની પ્રોપગેન્ડા રાજનીતિ તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ.”

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ