આગામી ૧૮ જુલાઇ ના રોજ રીલીઝ થઇ રહેલી મલ્ટી સ્ટારર ગુજરાતી મેગા અને સંપુર્ણ પારિવારીક ફિલ્મ 'સંઘવી & સન્સ' નું ટ્રેલર મુંબઇ ના અંધેરી સ્થિત જાણીતી ક્બબ ખાતે ફિલ્મ અને મીડીયા જગતના દિગ્ગજોની ખાસ ઉપસ્થીતીમાં દબદબાભેર લોંચ કરવામાં આવ્યું..
પદ્મશ્રી મનોજ જોષી, ક્યોંકી સાસભી કભી બહુથી ફેમ હીતેન તેજવાણી, ગૌરવ પાસવાલા, કોમલ ઠક્કર, ધર્મેશ વ્યાસ, નિસર્ગ ત્રીવેદી સહિત ૩૮ થી વધુ જાણીતા કલાકારોને લઈ ને તૈયાર થયેલી આ મોટા બજેટની મેગા ફિલ્મ નું શુટીંગ અમદાવાદ સહિત કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નસ્થળ માધવપુર અને વૃન્દાવન ખાતે કરવામાં આવ્યું છે.
અત્યારથી જ ચર્ચાઓ માં રહેલી આ ફિલ્મ ના લેખક દિગ્દર્શક છે ચંદ્રેશ ભટ્ટ તથા નિર્માતાઓ છે અનેક ફિલ્મો ના અનુભવી અને GTPL ના ડીરેક્ટર રાજુ રાયસિંઘાણી, આનંદ ખમાર, આકાશ દેસાઈ, અંકુર અઢીયા, સંજય ભટ્ટ અને હેત દોશી.