Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવાયા બાદ પાકિસ્તાન ગમે તેવા નિવેદનો આપી રહ્યું છે અને દુનિયામાં બધી જગ્યાઓએથી પાકિસ્તાનને ઝાકારો મળ્યો છે, ત્યારે હવે અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. પાકિસ્તાનની જવાબદારી વગરના નિવેદનોને લઇને અફઘાનિસ્તાને પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે.

થોડા દિવસ પહેલા પાકિસ્તાને કહ્યું હતું કે, કાશ્મીરની હાલની સ્થિતિથી અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા શાંતિના પ્રયાસો પર અસર પડશે. હવે આના જવાબમાં અમેરિકામાં અફઘાનિસ્તાનના એમ્બેસડરે કહ્યું હતું કે, કાશ્મીરની પરિસ્થિતિઓને અફઘાનિસ્તાનમાં શાંતિ મંત્રણા માટે ચાલી રહેલા પ્રયાસો સાથે જોડવું દુસ્સાહસી, અયોગ્ય અને ગેરજવાબદાર છે.

અમેરિકામાં અફઘાનિસ્તાનના એમ્બેસડર રોયા રહમાનીએ કહ્યું હતું કે, ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન અમેરિકામાં પાકિસ્તાનના એમ્બેસડર અસદ મજીદ ખાનના એ દાવાને સંપૂર્ણ રીતે ફગાવે છે કે કાશ્મીરમાં ચાલી રહેલી તણાવની સ્થિતિ અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે. તેમણે પોતાના સ્ટેટમેન્ટમાં એવું કહ્યું હતું કે, એવું કોઇ સ્ટેટમેન્ટ જે કાશ્મીરની સ્થિતિને અફઘાન શાંતિ પ્રયાસો સાથે જોડે છે તે દુસ્સાહસી, અયોગ્ય અને ગેરજવાબદાર છે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે તેમના દેશનું માનવું છે કે, કાશ્મીર મુદ્દાથી અફઘાનિસ્તાનને જાણી જોઇને જોડવાના પાકિસ્તાનનો હેતુ અફઘાન ધરતી પર ચાલી રહેલા હિંસાને હજુ વધારે છે. રહેમાનીએ વધુમાં કહ્યું હતું કે, તેમનું પાકિસ્તાન સમકક્ષનું સ્ટેટમેન્ટ એ સકારાત્મક અને રચનાત્મક મુલાકાતથી ઠીક વિપરીત છે, જે અફઘાનિસ્તાનાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ હાલની યાત્રા દરમિયાન પાકિસ્તાનના PM અને પાકિસ્તાન સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સાથે થઇ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ