આજે આખો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર અને બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે.
ધોનીની આ જાહેરાત બાદ ધોની હવે ટીમ ઇન્ડિયા માટે રમતા નજરે નહીં આવે. જો કે, ધોની આઈપીએલમાં રમતા દેખાશે. સંન્યાસની જાહેરાત બાદ ધોનીના ફેન્સમાં નિરાશા છવાઈ છે. પરંતુ આઈપીએલમાં ધોનીને રમતા જોઈ શકશે. આપને જણાવી દઈએ કે 39 વર્ષીય ધોનીએ ટેસ્ટ ક્રિકેટથી પહેલા જ સંન્યાસની જાહેરાત કરી હતી.