ખેડૂતો (Farmers) ને હવે તેમની શેરડીના પાક માટે વધુ પૈસા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની અધ્યક્ષતામાં આજે થયેલી કેબિનેટ બેઠકમાં શેરડીના ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાયો છે. સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે શેરડીની FRP (Fair & Remunerative Price) ને વધારીને પ્રતિ ક્વિન્ટલ 285 રૂપિયા માટે મંજૂરી આપી દીધી છે. અત્રે જણાવવાનું કે FRP એ મૂલ્ય હોય છે જે કિંમતે ખાંડની મીલો ખેડૂતો પાસેથી શેરડી ખરીદે છે. આ ઉપરાંત Sugar Year દર વર્ષે 1 ઓક્ટોબરથી શરૂ થઈને આગામી વર્ષ 30 સપ્ટેમ્બર સુધી ચાલે છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે એક કરોડ શેરડીના ખેડૂતો માટે FRP વધારીને 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નિશ્ચિત કરવામાં આવ્યું છે. જે 10% રિકવરીના આધાર પર છે.