દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 62,538 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20,27,075 સુધી પહોંચી ગઈ છે.
દેશમાં અત્યાર સુધી કુલ 13,78,106 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક 41,585 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
બ્રાઝીલમાં ગુરુવારે 51,603 નવા કેસની સાથે કોરોના વાયરસના કેસની સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ હતી. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો સતત કોરોના વાયરસને એક સામાન્ય ફ્લૂ ગણાવતા રહ્યા છે જેને કારણે તેમને આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો છે.