મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સીધીના પેશાબ કાંડ પીડિત આદિવાસી વ્યક્તિ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત ભોપાલમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને થઈ હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીડિત આદિવાસી વ્યક્તિના પગ ધોયા હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પેશાબ કાંડના પીડિત દશરથ રાવત સીએમ આવાસ પર મળ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ પીડિતને શાલ અર્પણ કરી અને પછી તેના કપાળ પર તિલક લગાવી અને માળા પહેરાવી હતી. આ કેસમાં આરોપી પ્રવેશ શુક્લા પોલીસ દ્વારા અગાઉ જ ધરપકડ કરવામાં આવી હતી