સુપ્રીમ કોર્ટે મેડિકલ તેમજ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે દેશભરમાં લેવામાં આવતી NEET તેમજ JEE મેઇનની પરીક્ષાઓ મુલતવી રાખવાની માગણી કરતી અરજી ફગાવી દીધી હતી. આને કારણે હવે NEET UG ૧૩ સપ્ટેમ્બરે અને JEE મેઇન ૧થી ૬ સપ્ટેમ્બરે નિયત તારીખો મુજબ લેવાશે. અગાઉ આ પરીક્ષાઓ એપ્રિલમાં યોજાવાની હતી પણ કોરોનાને કારણે તેની તારીખો પાછી ઠેલવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓની જિંદગીનાં મહત્ત્વનાં વર્ષોને બરબાદ કરી શકાય નહીં. કોરોનાને કારણે જિંદગી રોકી શકાય નહીં. વિદ્યાર્થીઓએ આગળ વધવું જ જોઈએ. કોરોનાને કારણે ૧૧ રાજ્યોના ૧૧ વિદ્યાર્થીઓએ JEE મેઇન તેમજ NEET પરીક્ષાઓ મુલતવી રાખવાની માગણી કરી હતી જેને કોર્ટે ફગાવી હતી.