ગૃહમંત્રી અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે આ વખતે અમિત શાહને કોરોના સંબંધિત નહિ પરંતુ, શ્વાસ સંબંધિત સમસ્યાને કારણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાત્રે 2 વાગ્યે અમિત શાહને હોસ્પિટલમાં દાખલ કરાતા AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરીયા હોસ્પિટલ દોડિ આવ્યા હતા અને તેમના નેતૃત્વ હેઠળ ડોક્ટરોની ટીમ અમિત શાહની AIIMSના ઓલ્ડ પ્રાઈવેટ વોર્ડમાં સંભાળ લઈ રહ્યાં છે.
2જી ઓગષ્ટે કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા અમિત શાહને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 14મી ઓગષ્ટે તેમણે કોરોનાને માત આપી હતી. જોકે ડોક્ટરોએ બે સપ્તાહ તેમને ઘરે જ આઈસોલેશનમાં રહેવા જણાવ્યું હતુ.
ફરી શ્વાસ સંબંધિત સમસ્યા ઉભી થતા તેમને હવે AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.