પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત સોમવારે મોડી રાત્રે લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે લાહોરની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમના બ્લડ પ્લેટલેટ કાઉંટ અત્યંત ભયજનક રીતે ઘટી ગયા છે. લાહોર ખાતેની શરીફ મેડિકલ કોલેજની લેબમંથી આવેલા રિપોર્ટ પ્રમાણે શરીફના પ્લેટ કાઉન્ટ્સ માત્ર 12, 000 છે જણાવી દઈએ કે એક નોર્મલ વ્યક્તિમાં 1,40,000 થી 4,50,000 હોવા જોઈએ.