Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીએમ મોદીએ સંબોધન પહેલા ધ્વજ વંદન કર્યું. પીએમ મોદીએ ટ્વિવટ કરી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે સ્વતંત્રતા પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા, તમામ સ્વતંત્રતા સેનાની નમન. આઝાદી પાછળલાખો લોકોનું બલિદાન છે. કોરોનાએ બધાને રોકી રાખ્યાં છે. કોરોના વોરિયર્સે સેવા પરમો ધર્મને ચરિતાર્થ કર્યો છે. કોરોના સામે જીતીશું. આગામી વર્ષે 75મું સ્વતંત્રતા પર્વ હશે.

કલમ 370 હટાવ્યાંને એક વર્ષ પુરુ,આ નવી વિકાસયાત્રાનું વર્ષ

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાંને એક વર્ષ પુરુ થઇ ગયું છે. જેના પર પીએમ મોદીએ કહ્યું કે આ એક વર્ષ જમ્મૂ-કાશ્મીરમાં એક નવી વિકાસ યાત્રાનું વર્ષ છે. આ એક વર્ષ જમ્મૂ-કાશ્મીરમાં મહિલાઓ, દલિતોને મળેલા અધિકારનું વર્ષ છે. આ જમ્મૂ-કાશ્મીરના શરણાર્થીઓની ગરિમાપૂર્ણ જીવનનું એક વર્ષ છે.

દેશમાં ત્રણ વેક્સીન પર ચાલી રહ્યું છે કામ

કોરોના વેક્સીન પર જાણકારી આપતા પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતમાં કોરોનાની એક નહીં, બે નહીં ત્રણ-ત્રણ વેક્સીન હાલના સમયમાં ટેસ્ટિંગના અલગ-અલગ તબક્કામાં છે. વૈજ્ઞાનિકો દ્વારા લીલી ઝંડી જ્યારે મળશે, દેશમાં તૈયાર કરવામાં આવેલી આ વેક્સીનનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે.

લોકોના હેલ્થ આઇડી કાર્ડ બનશે

નેશનલ  ડિજિટલ હેલ્થ મિશનને લઇને પીએમ મોદીએ કહ્યું કે તમારા બધા ટેસ્ટ, દરેક બિમારી, તમને કયા ડોકટરે કઇ દવા આપી, ક્યારે આપી, તમારો રિપોર્ટસ શુ હતો, આ બધી જાણકારી એક હેલ્થ આઇડીમાં સમાવેશ કરવામાં આવશે.

દેશમાં રાષ્ટ્રિય સાઇબર સુરક્ષા રણનીતિ માટે રણનીતિ તૈયાર કરાઇ

પીએમ મોદીએ કહ્યું કે ભારત આ મુદ્દામાં સાવચેત છે, સતર્ક છે અને આ ખતરાનો સામનો કરવા માટે નિર્ણય લઇ રહ્યો છે અને નવી-નવી વ્યવસ્થા પણ સતત વિકસિત કરવામાં આવી રહ્યું છે. નવી રાષ્ટ્રીય સાયબર સુરક્ષા રણનીતિનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

ભારતના નિર્માણ માટે મળી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ પર પીએમ મોદીએ ક્યું કે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં, આધુનિક ભારતના નિર્માણમાં, નવા ભારતના નિર્માણમાં, સમૃદ્ધ અને ખુશહાલ ભારતના નિર્માણમાં, દેશની શિક્ષાનું મોટું મહત્વ છે. આ વિચાર સાથે દેશમાં એક નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ મળી છે. 

1000 દિવસમાં દરેક ગામમાં ઓપ્ટિકલ ફાઇબરથી જોડવામાં આવશે

ઓપ્ટિકલ ફાઇબર પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા દેશમાં માત્ર 5 ડઝન પંચાયત ઓપ્ટિકલ ફાઇબરથી જોડાયેલી હતી. છેલ્લા પાંચ વર્ષમાં દેશના દોઢ લાખ ગ્રામ પંચાયતને ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડવામાં આવી. આવનારા 1000 દિવસમાં આ લક્ષ્યને પુરુ કરવામાં આવશે. આવનારા 1000 દિવસમાં દેશના દરેક ગામને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવામાં આવશે.

આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર ખેડૂત, આત્મનિર્ભર ભારત મહત્વની પ્રાથમિકતા

પીએમ મોદીએ કૃષિ સેકટર પર કહ્યું કે આત્મનિર્ભર ભારતની એક મહત્વની પ્રાથમિકતા છે. આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર ખેડૂત. દેશના ખેડૂતોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર આપવા માટે કેટલાંક દિવસ પહેલા 1 લાખ કરોડ રૂપિયાનું એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ બનવામાં આવ્યું છે.

દરરોજ 1 લાખથી વધારે ઘરમાં પાણીના કનેકશન જોડાઇ રહ્યાં છે

પીએમ મોદીએ કહ્યું આ જ લાલ કિલ્લા પરથી મે જલ જીવન મિશનની જાહેરાત કરી હતી. આજે આ મિશન હેઠલ હવે દરરોજ 1 લાખથી વધારે ઘરોમાં પાણીના કનેકશન જોડવામાં સફળતા મળી રહી છે.

7 કરોડ ગરીબ પરીવારનો મળ્યાં મફત સિલિંડર

પીએમ મોદીએ કહ્યું, 7 કરોડ ગરીબ પરીવારોને મફત ગેસ સેલિંડર આપવામાં આવ્યાં. રાશનકાર્ડ  હોય કે ન હોય, 80 કરોડથી વધારે લોકોને મફત અન્નની વ્યવસ્થા કરવામાં આવી. બેંક ખાતામાં અંદાજે 90 હજાર કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યાં.

FDI એ તોડાયાં બધા રેકોર્ડ

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ગત વર્ષે ભારતમાં FDI એ અત્યારસુધીના બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે. ભારતમાં FDIમાં 18 ટકા વધારો થયો છે. આ વિશ્વાસ આમ જ નથી આવી જતો. આજે દુનિયાની મોટી-મોટી કંપનીઓ ભારત તરફ આગળ વધી રહી છે. આપણે મેક ઇન ઇંડિયાની સાથે-સાથે મેક ઓફ વર્લ્ડના મંત્રની સાથે આગળ વધવાનું છે. 

દેશના ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટને એખ નવી દિશા આપવાની જરૂરિયાત

ભારતની બુનિયાદી ઢાંચાને લઇને પીએમ કહ્યું કે ભારતને આધુનિકતાની તરફ ઝડપથી લઇ જવા માટે દેશના ઇન્ફ્રાસ્ટ્રકચર ડેપલવમેન્ટને એક નવી દિશા આપવાની જરૂરિયાત છે. આ જરૂરિયાત પૂરી થશે રાષ્ટ્રીય અવરસંરચના પાઇપલાઇન પરિયાજનાથી.

ભારતે આત્મનિર્ભર બનવાનું જ છે

પીએમ મોદીએ કહ્યું કોરોના મહામારી વચ્ચે 130 કરોડ દેશવાસીઓએ આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લીધો છે. આત્મનિર્ભર ભારત દેશવાસીઓના મન-મસ્તિકમાં છવાઇ ગયું છે. આ આજે એક શબ્દ નથી, પરંતુ 130 કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયો છે. આજે દુનિયા ઇંટર-કનેક્ટ છે. એટલે માટે માંગ છે કે વિશ્વની અર્થવ્યવસ્થામાં ભારતનું યોગદાન વધારવું જોઇએ. આ માટે ભારતને આત્મનિર્ભર બનવું જ જોઇએ. જ્યારે આપણું પોતાનું સામર્થ્ય હશે તો આપણે દુનિયાનું કલ્યાણ કરી શકીશું. આપણે આત્મનિર્ભર ભારત બનવાનો પ્રયત્ન કર્યો છે.

ભારત એકવાર નક્કી કરે તો કરીને જ રહે છે

પીએમ મોદીએ કહ્યું કાલખંડમાં વિસ્તારવાદનો વિચાર કરનારા દુનિયામાં જ્યાં સુધી જઇ શકતા હતા પ્રયત્ન કર્યો, પરંતુ ભારતનું આઝાદી આંદોલન દુનિયામાં એક પ્રેરણા સ્ત્રોત બની ગયું. દિવ્યસ્તંભ બની ગયું અને દુનિયામાં આઝાદીની અલખ જાગી. મને વિશ્વાસ છે ેક ભારત આત્મનિર્ભરના સપનાને ચરિતાર્થ કરીને રહેશે. મને દેશની પ્રતિભા, સામર્થ્ય, યુવાઓ, માતૃ-શક્તિ પર ભરોસો છે. ઇતિહાસ સાક્ષી છે કે ભારત એકવાર નક્કી કરે તો કરીને જ રહે છે.

કોરોના વોરિયર્સને નમન કરુ છુ

પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે સ્વતંત્રતા ભારતમાં શ્વાસ લઇ રહ્યાં છે, તેની પાછળ માં ભારતીના લાખો દિકરા-દીકરીઓનું ત્યાગ, બલિદાન, અને માં ભારતીની આઝાદી કરાવવા માટે સમર્પણ છે. આજે એવા બધા સ્વતંત્રતતા સેનાનીઓ, વીર શહીદોને નમન કરુ છું. કોરોનાના સમયમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના આપણા ડોકટર્સ નર્સ, પેરામેડીકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ, સફાઇ કર્મચારી, પોલીસકર્મી, સેવાકર્મી સતત 24 કલાક કામ કરી રહ્યાં છે. એવામાં બધા કોરોના વોરિયર્સને નમન કરુ છું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન...

દેશવાસીઓએ આત્મનિર્ભરનો સંકલ્પ કર્યો છે એટલે આત્મનિર્ભરનું સપનું ભારત સાકર કરશે
હવે આત્મનિર્ભર શબ્દ આપણો મંત્ર બની ગયો છે
દેશવાસીઓ પર મને વિશ્વાસ છે.
ભારત એકવાર નક્કી કરે તો તે કરીને જ રહે છે
ભારત યુવાશક્તિથી ભરેલો દેશ છે
દેશની પ્રતિભા પર ગર્વ છે

ભારતમાં આજે 74માં સ્વતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. આ સ્વતંત્રતા દિવસ કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચ્યા હતા. પીએમ મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધ્વજવંદન પહેલા ટ્વિટ કરી દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ