ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં વરસાદે છેલ્લા ૪૬ વર્ષનો રેેકોર્ડ તોડી નાખ્યો હતો. મુંબઇના સૌથી પોશ ગણાતા કોલાબા વિસ્તારમાં આવેલી હવામાન ખાતાની કચેરી ખાતે ગુરુવાર સવારે ૮:૩૦ કલાક સુધીમાં ૩૩૨ મીમી એટલે કે ૧૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગુરુવારે પણ મુંબઇમાં ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી ફુંકાતા પવનો સાથે મધ્યમથી ભારે વરસાદ વરસતો રહ્યો હતો. ગુરુવારે સવારે ૫:૩૦ કલાક સુધીમાં કોલાબા ખાતે ૩૩૦ મીમી અનને સાન્તાક્રુઝ ખાતે ૧૪૬ મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે મુંબઇમાં ચોમાસાની સિઝનના પહેલા ૬૫ દિવસમાં ૨૩૨૦ મીમી વરસાદ નોંધાઇ ચૂક્યો છે જે આખા ચોમાસાની સરેરાશ ૨૨૬૦ મીમી કરતાં વધુ છે. ઓગસ્ટ મહિનાના પહેલા પાંચ દિવસમાં જ મુંબઇમાં ચોમાસાનો ૭૮ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુરુવાર સવાર સુધી મુંબઇ શહેરમાં વરસેલા મુશળધાર વરસાદ અને દરિયામાં હાઇટાઇડના કારણે મુંબઇ શહેર અને ઘણા પરા વિસ્તારોમાં પાણી ભરાયેલાં જ રહ્યાં હતાં જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત રહ્યું હતું. ગુરુવારે સવારે કેટલાંક વિસ્તારોમાં પાણી ઓસરતાં સડકો પર વાહન વ્યવહાર શરૂ થયો હતો. મોટાભાગના સબવેમાંથી પાણી ઓસરતાં થોડી રાહત મળી હતી. હિંદમાતા, પરેલ અને મુંબઇ સેન્ટ્રલના વિસ્તારોમાંથી પણ પાણી આસરવાના શરૂ થયાં હતાં.