અત્યાર સુધી કોંગ્રેસને ધારાસભ્યોને બળવાનો ડર સતાવતો હતો .હવે ભાજપને પણ આ જ સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે.
રાજસ્થાનમાં સત્તાની સાઠમારી વચ્ચે ભાજપને પણ ધારાસભ્યો પલટી મારે તેનો ડર લાગી રહ્યો છે.મળતી વિગતો પ્રમાણે ઉદેપુર વિસ્તારના 12 ધારાસભ્યોને ગુજરાત મોકલવામાં આવ્યા છે.
પાર્ટી ભલે દાવો કરે કે, ધારાસભ્યો પોતાની જાતે ફરવા માટે ગયા છે અને શનિવારે સોમનાથ મંદિરમાં દર્શન કરશે પણ સૂત્રોના કહેવા પ્રમાણે પાર્ટીએ આ ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા છે.તેઓ 12 ઓગસ્ટ સુધી ગુજરાતમાં જ રહેશે.એવુ મનાય છે કે, કેટલાક બીજા ધારાસભ્યોને મધ્યપ્રદેશમાં શિફ્ટ કરી શકાય છે
બીજી તરફ દિલ્હીમાં પૂર્વ સીએમ વસુંધરા રાજેએ ભાજપના પ્રમુખ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી છે.એ પછી ધારાસભ્યોને ગુજરાત મોકલવામાં આવ્યા હોવાથી અટકળો તેજ બની છે.કારણકે આ પૈકીના મોટાભાગના ધારાસભ્યો વસુંધરા રાજે જૂથના મનાય છે.વસુંધરા રાજેએ નડ્ડા સમક્ષ પાર્ટીની કાર્યપધ્ધતિને લઈને નારાજગી વ્યક્ત કરી છે. જોકે, રાજેએ કહ્યુ છે કે, હું પાર્ટી સાથે છું પણ સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરુ.