Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને બકરી ઇદ, પર્યુષણ, સંવત્સરી, ગણેશોત્સવ, જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટમાં ગણપતિજી અને શ્રી કૃષ્ણની મૂર્તિ ૨ ફૂટથી વધુ ઊંચી બનાવા પર પ્રતિબંધ મુકાયો છે. બકરી ઇદમાં કુરબાની પછી માસ, હાડકા, અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ જાહેરમાં પંડાલ બાંધવા પર પ્રતિબંધ મુકાયો છે.

રાજકોટના કોઈ પણ સ્થળે ધાર્મિક અને સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મુકાયો છે. જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો છે કે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સૃની અમલવારી ફરજીયાતપણે કરવાની રહેશે. 2 સપ્ટેમ્બર સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. ખંડિત મૂર્તિઓને પણ બિનવારસી હાલતમાં નહીં મુકી શકાય.

એટલું જ નહીં, કુદરતી જળાશયોમાં મૂર્તિનું વિસર્જન કરવા પ્રતિબંધ મુકાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ