Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક મોટી જાહેરાત કરી છે. આત્મનિર્ભર ભારતની પહેલને આગળ વધારવા માટે સરકારે સરંક્ષણના 101 ઉપકરણોની આયત પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે.

રક્ષા મંત્રાલયે 101 ઉપકરણોની એક લિસ્ટ તૈયાર કરી છે, જેના આયાત પર હવે પ્રતિબંધ (એમ્બાર્ગો) મુકાશે. આ સરંક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં મોટું પગલું છે. લદ્દાખમાં ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે રક્ષામંત્રીની આ જાહેરાત ખૂબજ મહત્વની છે.

રક્ષા મંત્રીએ ટ્વીટ કરી કે, “રક્ષા મંત્રાલય હવે આત્મનિર્ભર ભારતની પહેલી માટે એક મોટું પગલું ઉઠાવવા તૈયાર છે. રક્ષા ઉત્પાદનમાં સ્વદેશીને પ્રોસ્તાહન આપવા માટે 101થી વધુ ઉપકરણો પર આયાત પ્રતિબંધ કરશે. ”

રાજનાથ સિંહે કહ્યું, “આ 101 ઉપકરણોમાં માત્ર સરળ વસ્તુઓ જ સામેલ નથી પરંતુ કેટલીક ઉચ્ચ તકનીકવાળા હથિયાર સિસ્ટમ પણ છે, જેવા કે આર્ટિલરી ગન, અસોલ્ટ રાઈફલ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, LCHs,રડાર અને કેટલા અન્ય ઉપકરણો છે, જે આપણી ડિફેન્સ સેવાઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે છે. આયાત પર પ્રતિબંધ (એમ્બાર્ગો)ને 2020 થી 2024 વચ્ચે ધીમે ધીમે લાગુ કરવાની યોજના છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ