હાલ કોરોના મહામારી વચ્ચે મોદી સરકાર દ્વારા “આત્મનિર્ભર ભારત અભિયાન” જોર પકડી રહ્યું છે. જે અંતર્ગત હવે વિદેશી પ્રોડક્ટ્સ પરની નિર્ભરતા ઓછી કરીને સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતનું કહેવું છે કે, સ્વદેશીનો અર્થ દરેક વિદેશી ચીજોનો બહિષ્કાર કરવાનો ક્યારેય નથી.
મોહન ભાગવતે એક વર્ચ્યૂઅલ બુક લૉન્ચ ઈવેન્ટમાં જણાવ્યું કે,
“સ્વતંત્રતા બાદ દેશની જરૂરિયાતના હિસાબે આર્થિક નીતિ નથી બની. આઝાદી બાદ એવું માનવામાં ના આવ્યું કે, આપણે ખરેખર કશું કરી શકીએ છીએ. સારું છે કે, હવે લોકો માનવા અને સ્વીકારવા લાગ્યાં છે.
આઝાદી બાદ રશિયાથી પંચવર્ષીય યોજના લેવામાં આવી, પશ્ચિમી દેશોનું અનુકરણ કરવામાં આવ્યું. આપણા દેશના લોકોના જ્ઞાન અને ક્ષમતા તરફ જોવામાં નજર જ નથી કરવામાં આવી. આપણે દેશમાં ઉપલબ્ધ અનુભવ આધારિત જ્ઞાનને વધારવાની જરૂરત છે. તેમણે જણાવ્યું કે, આપણે એવી વાત પર નિર્ભર ના રહેવું જોઈએ કે, આપણી પાસે વિદેશથી શું આવે છે? વિદેશોમાં જે કંઈ છે, તેનો બહિષ્કાર નથી કરવાનો, પરંતુ પોતાની શરતો પર લેવાનો છે.”
ભારતને આત્મનિર્ભર બનાવવા માટે તાજેતરમાં લાવવામાં આવેલા રાષ્ટ્રીય શિક્ષા નીતિને યોગ્ય પગલુ ગણાવતા મોહન ભાગવતે જણાવ્યું કે, આ પ્રકારની નીતિઓથી જ ભારતને પોતાના લોકોની ક્ષમતા અને પારંપારિક જ્ઞાનનો અનુભવ થશે. આપણા લોકો, પોતાના જ્ઞાન અને તેમની ક્ષમતા પર વિશ્વાસ રાખનારો સમાજ, વ્યવસ્થા અને શાસન જોઈએ.