સ્વચ્છતા સર્વેક્ષણ 2020 માં સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતનું ડાયમંડ સિટી સુરત (Surat) બીજા સ્થાને આવ્યું છે. મધ્ય પ્રદેશનું ઈન્દોર સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાને આવ્યું છે. ત્રીજા સ્થાને નવી મુંબઈ આવ્યું છે. આ સર્વેક્ષણમાં અમદાવાદ પાંચમાં સ્થાને આવ્યું છે. રાજકોટ અમદવાદથી એક સ્થાન પાછળ છઠ્ઠા સ્થાને છે, જ્યારે વડોદરા દસમા સ્થાને આવ્યું છે. આમ, ટોપ-10ની યાદીમાં ગુજરાતના 4 શહેરોનો સમાવેશ થયો છે.
ઈન્દોરે આ પહેલા વર્ષ 2017, 2018 અને 2019માં સ્વચ્છ શહેરનું ટાઇટલ કેન્દ્ર સરકાર તરફથી મેળવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામોની જાહેરાત ગુરુવારે કરી છે. જેમાં ઈન્દોર દેશમાં સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે. સુરતને બીજું સ્થાન મળતાં સમગ્ર રાજ્યનું ગૌરવ વધ્યું છે.