આત્મનિર્ભર ભારતના નિર્ધારને વેગ આપતાં મોદી સરકારે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવાના પ્રયાસમાં નેગેટિવ આર્મ્સ લિસ્ટ જારી કરી રવિવારે ૧૦૧ શસ્ત્ર અને સરંજામની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ ડિસેમ્બર ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૫ સુધી લાગુ રહેશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, સશસ્ત્રદળોની જરૂરિયાતો સાથે સમાધાન કર્યા વિના સમયાંતરે આ યાદીમાં વધારો અથવા તો સુધારો થતો રહેશે. આ પ્રતિબંધ દ્વારા ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો લક્ષ્યાંક છે. ૧૦૧ પ્રતિબંધિત સંરક્ષણ આયાતોમાં શસ્ત્રો, સોનાર અને રડાર, આર્ટિલરી ગન, એસોલ્ટ રાઇફલ, કોર્વેટ્સ, ટ્રાન્સપોર્ટ એરક્રાફટ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર સહિતના અન્ય સંરક્ષણ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.