Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે આજે બહાર કાઢવામાં આવ્યા છે, જેને પગલે પરિવારજનો ઉપરાંત દેશભરમાં હર્ષોલ્લાસ છવાયો છે. NDRF, SDRF, સેના, ઉત્તરાખંડ પોલીસ, વહિવટી તંત્ર સહિતની ટીમ દ્વારા અથાગ મહેનત બાદ શ્રમિકોને નવજીવન મળ્યું છે, તો રાજ્યના મુખ્યમંત્રીએ ટનલ પાસે સતત ઉપસ્થિત રહેવા ઉપરાંત તમામ શ્રમિકોનું સ્વાગત પણ કર્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રીએ આજે શ્રમિકોના હિતમાં 2 મોટી જાહેરાતો પણ કરી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami)એ શ્રમિકોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમારી સરકારે શ્રમિકોને 1 લાખ રૂપિયા સહાયતા રકમ આપવાનો નિર્ણય કર્યો છે. આ રકમ શ્રમિકોને આવતીકાલે આપવામાં આવશે. ઉપરાંત મુખ્યમંત્રીએ શ્રમિકોને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવા NHIDCLને પણ આદેશ આપ્યો છે. આ સાથે સીએમએ બીજી મહત્વની જાહેરાત કરી છે. ધામીએ ટનલની બહાર બાબા બૌખનાગનું મંદિર સ્થાપવાની જાહેરાત કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ