અફઘાનિસ્તાનમાં 22 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવુ બન્યું છે કે, આતંકવાદીઓ સેનાના જવાનનો ગળે મળ્યા છે. ખુંખાર આતંકવાદી સંગઠન તાલિબાનના આતંકીઓ અફઘાનિસ્તાન આર્મીના જવાનોને ગળે મળ્યા છે. આટલું જ નહીં, તેઓ મોબાઈલમા સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. ઇદના અવસર પર એક માનવઅધિકાર સંગઠન દ્વારા તાલિબાન અને સેનાના જવાનો વચ્ચે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતુ.