પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ઈ-કોન્કલેવને સંબોધીત કરતા નવી શિક્ષણ નીતિ (New Education Policy) ના અગણિત ફાયદા વર્ણવ્યાં. તેમણે જણાવ્યું કે નવી શિક્ષણ નીતિથી ઉચ્ચ શિક્ષણમાં શું ફેરફાર થયા અને યુવાઓને તેનો કેવી રીતે ફાયદો મળશે. અત્રે જણાવવાનું કે દેશમાં 34 વર્ષ બાદ નવી શિક્ષણનીતિ જાહેર થઈ છે. આ મુદ્દે આજે શિક્ષણ મંત્રાલય અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ તરફથી ઈ-કોન્કલેવનું આયોજન થયું છે.
પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંબંધમાં આ કોન્કલેવ ખુબ મહત્વપૂર્ણ છે. આજે અહીં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે જાણકારી મળશે. 3-4 વર્ષના વ્યાપક વિચાર વિમર્શ અને લાખો સૂચનો પર મંથન બાદ આ શિક્ષણ નીતિ તૈયાર કરાઈ છે.
એ પણ આનંદની વાત છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવ્યા બાદ દેશના કોઈ પણ ક્ષેત્રમાંથી, કોઈ પણ વર્ગમાંથી એ વાત નથી ઉઠી કે તેમાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત છે કે કોઈ એકબાજુ ઝૂકાવ છે. કેટલાક લોકોના મનમાં એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે આટલા મોટા સુધારા કાગળ પર તો કરી દેવાયા પણ તેને ગ્રાઉન્ડસ્તરે કેવી રીતે ઉતારવામાં આવશે. એટલે હવે બધાની નજર તેના અમલીકરણ પર છે. જેટલી વધુ સ્પષ્ટ જાણકારી હશે એટલું જ સરળ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ કરવાનું રહેશે.
તેમણે કહ્યું કે આજે દેશભરમાં તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે. અલગ અલગ ક્ષેત્રના લોકો, અલગ અલગ વિચારધારાના લોકો પોતાના વિચાર રજુ કરી રહ્યાં છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને રિવ્યૂ કરી રહ્યાં છે. આ એક હેલ્ધી ડિબેટ છે. આ જેટલી વધુ થશે એટલો જ લાભ દેશની શિક્ષણ વ્યવસ્થાને થશે.