Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે, જુલાઈ મહિનામાં સતત કેસમાં વિસ્ફોટ જોવા મળ્યો હતો ત્યાં ઓગસ્ટના શરુઆતના દિવસોમાં પણ કોરોનાએ રેક્રોડ તોડ્યા હતા ત્યારે આજે વડાપ્રધાન મોદીએ કોરોના મુદ્દે બેઠક કરી અને તેમાં ગુજરાત સહીતના રાજ્યોને ટકોર કરી કે ટેસ્ટિંગ વધારવાની જરૂર છે. આ સિવાય તેમણે 72 કલાક ફોર્મ્યુલા વિશે પણ જાણકારી આપી.

કોરોના વાયરસ સંકટ વચ્ચે દેશના વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આજે વડાપ્રધાન મોદીએ બેઠક કરી. આ બેઠક દરમિયાન તેમણે કહ્યું કે જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ આ મહામારી પોતાનું રૂપ બદલી રહી છે અને વિવિધ પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. 

પીએમ મોદીએ આ બેઠકમાં કહ્યું કે બિહાર, ગુજરાત અને તેલંગાણા જેવા રાજ્યોમાં ટેસ્ટિંગ વધારવાની જરૂર છે. 

PMએ ટેસ્ટિંગ વધારવા માટે આ તર્ક આપ્યો 

પીએમ મોદીએ કહ્યું કે નિષ્ણાતોએ કહ્યું છે કે 72 કલાકમાં જ જો કોરોના વાયરસની ઓળખ થઇ જાય તો જીવ બચાવી શકાય છે. તેમણે કહ્યું હતું કે હવે 72 કલાકના ફોર્મ્યુલા પર ફોકસ કરવું પડશે. જે પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ નીકળે તેના 72 કલાકની અંદર સંપર્કમાં આવેલ લોકોના ટેસ્ટિંગ ફરજીયાત કરી દેવામાં આવે. દિલ્હી અને યુપીમાં પરિસ્થિતિ ડરામણી હતી પરંતુ ટેસ્ટિંગનું પ્રમાણ વધારતા હવે હાલત સુધરી છે. 

દસ જ રાજ્યોમાં છે સૌથી વધુ એક્ટિવ કેસ

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આટલા મોટા સંકટ દરમિયાન સાથે મળીને કામ કરવાની જરૂર છે. આજે 80 ટકા એક્ટિવ કેસ માત્ર દસ જ રાજ્યોમાં છે અને દેશમાં એક્ટિવ કેસ છ લાખથી પણ વધારે છે. મોટા ભાગના કેસ દસ જ રાજ્યોમાંથી એટલે આ રાજ્યોની ચર્ચા જરૂરી છે. 

પીએમ મોદીએ કહ્યું કે દેશમાં મૃત્યુદર, પોઝિટિવિટી રેટ સતત ઘટી રહ્યો છે અને રીકવરી રેટ વધી રહ્યો છે. પીએમ બોલ્યા કે ટેસ્ટિંગ સતત વધારતા રહેવું પડશે અને મૃત્યુદર એક ટકાથી પણ ઓછું કર દેવું પડશે. નોંધનીય છે કે આ બેઠકમાં મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી, બિહાર સહીત દસ રાજ્યોના સીએમ સામે છે જ્યાં કોરોના વાયરસનાં કેસ સૌથી વધુ છે.

ગુજરાતમાં કુલ ટેસ્ટ 10 લાખ 17 હજાર

10 ઓગસ્ટ - 29604
09 ઓગસ્ટ- 30985
08 ઓગસ્ટ- 26272
07 ઓગસ્ટ- 26591
06 ઓગસ્ટ- 24569
05 ઓગસ્ટ- 24374
04 ઓગસ્ટ- 20735
03 ઓગસ્ટ- 19769
02 ઓગસ્ટ- 23255
01 ઓગસ્ટ - 26303

ગુજરાતમાં કોરોનાથી મોત 

11 ઓગસ્ટ - 17 મોત
9 અને 10 ઓગસ્ટના મળી - 22 મોત
8 ઓગસ્ટ - 11 મોત
7 ઓગસ્ટ - 8 મોત
6 ઓગસ્ટ - એક પણ મૃત્યુ નથી આવ્યું
5 ઓગસ્ટ - 6 મોત

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ