કેન્દ્રીય કેબિનેટે બુધવારે દેશમાં કેન્દ્ર સરકાર અને સરકારી બેન્કોમાં નોન-ગેઝેટેડ નોકરીઓમાં નિયુક્તિ માટે પ્રસ્તાવિત કોમન એલિજિબિલિટી ટેસ્ટ (સીઇટી) હાથ ધરવા નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (એનઆરએ)ની રચનાને મંજૂરી આપી દીધી હતી. એનઆરએને મંજૂરી મળવાની સાથે દર વર્ષે ભરતી માટે જાહેર થતી લગભગ ૧.૨૫ લાખ સરકારી નોકરીઓમાં પસંદગી માટે વિવિધ રિક્રૂટિંગ એજન્સીઓ દ્વારા લેવાતી જુદીજુદી ભરતી પરીક્ષાઓ આપતા ૨.૫ કરોડથી વધુ ઉમેદવારોને મોટી રાહત પ્રાપ્ત થશે. હવે તેમનેે એનઆરએ દ્વારા લેવાનારી કોમન એલિજિબિલિટી ટેસ્ટ આપવાની રહેશે અને તેના માર્ક ૩ વર્ષ સુધી માન્ય ગણાશે. હાલમાં કેન્દ્ર સરકારમાં ૨૦ રિક્રૂટમેન્ટ એજન્સી કામ કરી રહી છે. અત્યારે ૩ રિક્રૂટમેન્ટ એજન્સી માટે કોમન એલિજિબિલિટી ટેસ્ટ શરૂ કરાશે. થોડા સમયમાં તમામ રિક્રૂટમેન્ટ એજન્સીઓ માટે એક જ ટેસ્ટ લેવામાં આવશે. કેન્દ્ર સરકારની રેલવે, સરકારી બેન્કો, જાહેર ક્ષેત્રની કંપનીઓ, એસએસબીમાં ભરતી માટે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સીની રચના અને કોમન એલિજિબિલિટી ટેસ્ટનો પ્રસ્તાવ નાણામંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટમાં રજૂ કર્યો હતો. કોમન એલિજિબિલિટી ટેસ્ટના કારણે સરકાર, રિક્રૂટમેન્ટ એજન્સીઓ અને ઉમેદવારોના નાણા તથા સમયનો ઘણો બચાવ થશે.