ભારતના ૭૪મા સ્વતંત્રતા દિવસ પર રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજવંદન બાદ દેશજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પાકિસ્તાન અને ચીનને આકરો સંદેશ પાઠવતાં જણાવ્યું હતું કે, એલઓસીથી એલએસી સુધી જેમણે પણ ભારતના સાર્વભૌમત્વ પર આંખ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે તેમને ભારતના જવાનોએ તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના સાર્વભૌમત્વનું સન્માન સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વિશ્વે જોયું છે કે, સરહદો પર ભારતની અખંડતાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે તો ભારત શું કરી શકે છે. આ પ્રતિબદ્ધતા માટે ભારતના જવાનો અને નાગરિકો શું કરી શકે છે તે વિશ્વે લદ્દાખમાં જોયું છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે, આજે સરહદોથી જોડાયેલો દેશ જ પાડોશી નથી પરંતુ જેમની સાથે હૃદયો જોડાયેલાં છે અને જેમની સાથે સંબંધોમાં ભાઇચારો છે તે પણ પાડોશી છે.