Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 જવાહરલાલ નેહરૂએ જળમાંથી ઈન્દિરા પ્રિયદર્શિનીને પત્રો લખીને તેને જગતના ઈતિહાસનું જ્ઞાન (અને તેય તેના સાચા પરિપ્રેક્ષ્યમાં) આપ્યું હતું. રવીન્દ્રનાથ ટાગોરે ફોર્મલ શિક્ષણ લીધું જ ન હતું. ટાગોરનો કિશોર હીરો બારીએ બેસી રહે છે અને રસ્તેથી પસાર થતા તમામ લોકો સાથે એ વાતચીત કર્યા કરે છે. આપણે ત્યા અધ્યન નીરસ હોય છે. અનેક શિક્ષકો  ગદ્યપદ્યસંગ્રહને ગધ્યપધ્ય સંમગ્ર રહે છે. કુવામાં હોય તો હોય તો હવાડામાં આવે ને? વિજ્ઞાનના 95 ટકા વિદ્યાર્થીઓ લિટરેચરના ઓપ્શનલ સબ્જેક્ટના લેક્ચર વખતે ગોટલી મારે છે, ગપોલિયું કરે છે. સામાન્ય રીતે કેળવણીને ક્ષેત્રે અંગ્રેજી શબ્દોના કોઈન કરવામાં આવતા ગુજરાતી પર્યાયો હોરિબલ હોય છે. વાસુદેવ પ્યાલો ડેવીના અભય દીવાને અને જ્ઞાનને ગુલ કરી નાખે છે. આકસ્મિક રીતે આર્ટ્સ માટેનો વિનયન અદ્દભુત રીતે લિબરલ શિક્ષણની વિભાનાને સ્પષ્ટ કરે છે. વિનય એટલે વિવેક, નમ્રતા, કલ્ચર, સિવિલિઝેશન, સંસ્કાર, સભ્યતા આચાધર્મ, ત્રિપિટક (સુત્ત, વિનય અને અભિધમ્મ) અને બીજું ઘણું. વિનયમાં સૂક્ત (વેદમંત્રો, રૂચાઓનો સમુહ) અને સૂત્ર (સંક્ષિપ્ત ધર્મગ્રંથ) અને અભિધર્મ (શ્રેષ્ઠ ધર્મતત્વનો) સમાવેશ થાય છે. આ વિનય કેળવતી વિદ્યાકળા. ગુજરાતમાં હજી પણ માધ્યમિક કે સેકન્ડરી શિક્ષણ આપતી હાઈલ્કૂલને વિનયમંદિર કહે છે. લિબરલ (ઉદારમતવાદી) કે બ્રોડમાઈન્ડેડ શિક્ષણ આપનારી આપણી અર્ટ્સ કોલેજોને પણ આપણે વિનયમંદીર કહી શકીયે. આજે  વિજ્ઞાન અને વાણિજ્યની બોલબાલા છે. સાહિત્ય સંગીત કલાવિહીન: (સાહિત્ય, સંગીત અને કળાથી વંચિત એવો માણસ વાસ્તવમાં શિંગડા અને પૂંછડા વિનાનો સાક્ષાત્ પશુ છે). દેશને લેખકો, કવિઓ, અધ્યાપકો, શિક્ષકો, સમાજસેવકો, વટીવટકર્તાઓ,સંસ્કારપુરુષો, ધર્મપુરૂષો, રાજકારણીઓ, ફિલસૂફો, બૌદ્ધિકો, વિચારકો અને ઓપરેટરોની તાતી જરૂર છે.

        સમાજમાં આજે યુપ્પીઓનું (અપવર્ડલી મોબાઈલનું, તરક્કી પાછળ આંધળી દોટ મુકનારાઓનું) બહુ જોર છે. કન્ઝુમરીઝમે માઝા મુકી છે પગના, ચંપલમાં ખીલી મારવાના પૈસા ન હોય છતાં પણ વીડિયો તો જોઈએ જ. લક્ઝરીની જણસોની આજે કમ્ફર્ટ કે નેસેસિટીમાં ગણના થાય છે. અધદગ્ધ લોકો કહે છે. વિજ્ઞાન એટલે તાકાત અને સફળતા(સાયન્સ ઈઝ પાવર એન્ડ સક્સેસ). ફિલોસોફી, લિટરેચર, સોશિયોલોજી. ઈકોનોમિક્સ, સિવિકિસ, હિસ્ટરી વગેરે હ્યુમેનિટીઝને આજે ધોવાણ પામેલા કે ઘસાઈ ગયેલા વિષયો ગણાવામાં આવે છે. એકદમ સ્ટીરિયોટાઈપનું આજે ચઢી વાગ્યું છે એટલે સોશિયલ સાયન્સીસ (હ્યુમેનિટીઝ) ને આજે આપણા કન્ઝયુમર સમાજે કચરાટોપલીમાં ફેંકી દીધેલ છે. આપણી યુનિવર્સિટીઓના વાઈસ-ચાન્સેલરો અમેરિકન ધાન ખાય છે એથી તેમને અમેરિકન ઓડકાર આવે છે. આપણા કેળવણીકારો આપણો દેશકાળ સમાજ્યા વિના અહીંની દેશી માટીમાં શિક્ષણનો અમેરિકી છોડ વાવી રહ્યા છે. હજી તો બેંગલારમાં હાર્વર્ડની ડિટ્ટો કાર્બન કોપી જેવી એક વિદ્યાપીઠ ઊભી કરવામાં આવી રહી છે.  કોઈ ભીડૂતી અદ્દશ્ય હાથ દ્રાર આપણું પૂરેપૂરુ અમેરિકીકરણ કરવામાં આવી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં હ્યુમેનિટીઝનું (સોશિયલ સાયન્સીસનું, લિબરલ શિક્ષણનું, વિનયનનું, આર્ટ્સ કોલેજોમાં શીખવતા વિષયોનું) કાટલું કાઢી નાખવામાં આવશે. વિનયનનું, આર્ટ્સ કોલેજોમાં શીખવાતા વિષયોનું) કાટલું કાઢી નાખવામાં આવશે. સાયન્સની અને ટેક્નોલોજીની આટઆટલી બોલબાલા છતાં આપણા શિક્ષિત યુવકયુવતીઓ હજીય એવાં ને એવાં જ વહેમી, જડ તથા અંધશ્રદ્ધાળુ રહ્યાં છે. વાતનો સાર: વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો ભણવાથી આપણા દિમાગમાં વૈજ્ઞાનિક મિજાજ (સાયન્ટિફિક ટેમ્પર) આવી જતો નથી. જિંદગીનાં બુનિયાદી મૂલ્યોની દ્રષ્ટિએ સાયન્સ અને ટેક્નોલોજી કરતા આર્ટ્સ ચઢિયાતી છે. માનવીને ખરી જરૂરીયાત જિંદગી જીવવાની કળાની છે. સમાજવિદ્યાઓ ક્રાન્તિ કર્યા વિના ઉદારમતવાદી (લિબરલ) વિચારો ફેલાવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ