Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જૂઠું બોલનારને કાગડો કરડતો હોત તો આજ સુધીમાં આ ઘરતી ઉપર વાયસની ચાંચે પાડેલા જખમ વિનાનો એક પણ માણસ જીવતો ન હોત અને તમામ કાગડોઓની ચાંચો તૂટી ગઈ હોત. લુચ્ચા શિયાળે કાગડાને કહ્યું હતું કે તમો બહુ સુંદર ગાઓ છો. હરખપદૂડો થઈને કાગડો ગાવા લાગ્યો અને તેના મોંમાથી પૂરી પડી ગઈ. ઘણી બાળવાર્તાઓ, બોધકથાઓ અને નીતિકથાઓને રહિશ કરવાની જરૂર છે. કાગડાએ અડધા કે એક-ચતુર્થાંશ ભરેલા કુંજામાં પોતાની ચાંચ વડે પકડી પકડીને કાંકરા નાખ્યા તેથી પાણી ઊંચે આવ્યું હતું. પ્રયોગશાળામાં શિક્ષકોએ અને નિશાળિયાઓએ આનાં, ગુજરાતી લોકપ્રિય સપ્તાહિકોની ભાષામાં કહીએ તો, લેખાંજોખાં લેવા જોઈએ. જે કાગડો આવો આઈડિયા દોડવી શકે એ જ કાગડો(એનો જાતભાઈ, ધેટ ઈઝ) એટલો ભોટ હોય, ભલાદમી, કે તો પોતાના મુખમાંથી પૂરીને સરી પડવા દે? શિયાળ જૂઠું બોલીને કે છેતરીને પૂરી લઈને દોડ્યું તો કાગડો તેને ચાંચ વડે કરડ્યો કેમ નહીં? જૂઠું બોલનારને કાગડો કરડતો હોય તો આજેએ કાગડો કોને કરડે? હર્ષદ મહેતાને? નરસિંહરાવને? મહેશ જેઠમલાનીને? કે લાઈ ડિરેક્ટરને? એક માણસ સાચું બોલે છે કે ખોટું તે નક્કી કરી શકે એવું મશીન આ દુનિયામાં હોઈ શકે? જગતની સૌથી આધુનિક ટેક્નોલોજી પણ માનવીના મનનો તાગ લઈ શકે નહી. માણસની મોટામાં મોટી ખૂબી જ એ છે કે તે બેધડક જૂઠાણું આચરી શકે, વારંવાર જૂઠું બોલી શકે અને તે એવી સિફ્તથી જૂઠું બોલે કે પોતે પણ એનાતી છેતરાઈ જાય. ત્રયાણામ્ ધૃર્તાણામવાળા ત્રણ ઠગોએ કેટલી સિફતથી બ્રાહ્મણના બકરાને કૂતરો બનાવી દીધો હતો. કદાચ એ ધૃર્તો પણ પાછળથી એમ માનતા થઈ ગયા હતા કે આ તો સાચે જ શ્વાન હતો. જૂઠું ચાલે છે એટલું સાચું નથી ચાલતું.  આ કળયુગમાં એને જીરવી શકાય નહી. વર્ષો સુધી ચોખ્ખું મધ વેચતી એક વાઘરણને કાઠીયાવાડના એક મધ્યમ કક્ષાના કસબા શહેસની વણિક નારીઓ રોજ મહેણા મારતીઃ સાચો મધપૂડો તોડી લાવી છે પણ એમા નરી ખાંડની ચાસમી એણે ઠપકારી છે. બાઈને ચાટી ગઈ. એણે ખરેખર ચાસણી અને ગોળનું પાણી ઠપકારવા માંડ્યું. જમનાબુન, જુઓ, હવે કેમ છે? હાં, હવે ઊઠેકાણે આવી, જમનાબહેને પ્રમાણપત્ર દીધું. ચોખ્ખું ઘી વેચનારી રબારણને પણ એવો જ અનુભવ થયો હતો વનસ્પતિ ધી સૂંઘીસૂઘીને સવર્ણો કહેવા લાગ્યા, હમણાંથી આનું ઘી કંઈક હારૂં આવે છે, હોકે. માણસ સાચું બોલે છે કે ખોટું એનું પારખું કરવા માટે વપરાતાં લાઈ ડિટેક્ટર મશીનોમાં ખરેખર કોને શ્રદ્ધા છે? રામ જેઠમલાની જેવા પ્રખર બુદ્ધિશાળી ધારાશાસ્ત્રીએ લાઈ ડિટેક્ટરનો સા માટે આધાર લીધો હશે? લાઈ ડિટેક્ટરની ટેસ્ટનાં પરિણામો શંકાસ્પદ હોય છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ