Know your World in Just 60 Words!
Read news in 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નર્મદ પોતાને કપાળે તર્જની મૂકીને ગંભીર મુદ્રા સાથે બેઠો હોય એવી તેની છબિ ફેમસ છે. તેણે દાંડિયોમાં પણ લાકડાંના માઉનિંગ સાથેના જસતના પતરા વડે બ્લોક બનાવીને પોતાની આ રૂપાણી છબિ છાપાવડાવી એટલે નર્મદના કટ્ટર હરિફ (સાહિત્યમાં પણ અર્જૂનસિંહો અને શરદ પવારો છે અને હતા. साक्षरा विपरीता राक्षसा भवन्ति એ સૂત્રને આધારે પછીના પેઢીમાં મણિલાલ નભુભાઈની દ્વિવેદીનું સામયિક સુદર્શન અને રમણભાઈ નીંલકંઠનું સામયિક પ્રિયંવદા લડતાં હતાં, સનાતની ભદ્રંભદ્રનું આખું પાત્ર રમણભાઈએ પોતાના કટ્ટર હરિફ મણિલાલ નભુભાઈની ફીરકી લેવા માટે જ સર્વાન્ટીસના ડોન ક્વિક્ટઝોટ ઉપરથી સમજ્યું હતું) ક્વીશ્વર દલપતરામ ડાહ્યાભાઈને તેમના વાચકે તેમના સામયિકો બુદ્ધિપ્રકાશમાં લખ્યું કે ક્વીશ્વર, આપ પણ આપની છબિ છાપો. શું જુઓ તનની છબિ, કવીશ્વર દલપતરામે ટિપિકલ ઠાવકાઈથી લખ્યું, નીરખો મુજ મનની છબિ, ભલા પરીક્ષક ભાઈ. ઉછાંછળો અને લાંઠકો નર્મદ ટાંપીને બેઠો હતો. તેણે દાંડિયોના નેક્સ્ટ ઈશ્યૂમાં બાપડા ઢીલાપોચા અને દલપતરામ ઉપર જનાઈવઢ ઘા કર્યોઃ તનની તો છબિ જોઈને, નીપજે સંશય આમ, છે આ દલપતરામ કે અમદાવાદી હજામ? એ જમાનામાં દલપતરામ જે જાતનો ચુસ્ત વળવાળો ફેંટો પહેરતા હતા એવો જ અમદાવાદના વાળંદો પહેરતા હતા. નર્મદને મન ઈટ વોઝ ઓલ ઈન ધ ગેમ. આજના ગદ્યપદ્યસંગ્રહોએ નર્મદનો બાપડાનો પ્રેક્ટિકલી એકડો જ કાઢી નાખ્યો છે. એક જમાનામાં જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાતથી માંડીને યાહોમ કરીને પડો ફતેહ છે આગે સુધીનાં અને ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવુંથી માંડીને ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધૂસમે પહાડ સરીખો (કબીરવડ, ધેટ ઈઝ) સુધીનાં નર્મદિયાં કાવ્યો ગદ્યપદ્યસંગ્રહોમાં આવતા. નર્મદના ગદ્યપદ્યોનો પણ સમાવેશ થતો હતો. હવે સુંધંય ફલ્લંફલ્લા થઈ ગયું છે. નર્મદ આપણો એક મૌલિક વિચારક હતો. આજે પત્રકારો, તંત્રીઓ, નાટ્યકારો, લેખકો, નવલકથાકારો અને સાહિત્યકારોમાં રેમ્પન્ટ પ્લેજિયરિઝમ ચાલે છે. ત્યારે 150 વર્ષ પહેલા આપણો આ આદ્ય ગદ્યલેખક નામે નર્મદશંકર લાલશંકર દવે થોટનો બંદો હતો. સંસ્કૃતનું મહત્વ ઘટી રહ્યું છે. એની સામે તે વરાળ કાઢતો હતો. જર્મનો અને અંગ્રેજો ગુજરાતી શીખે છે ત્યારે આપણે અંગ્રેજીને મહત્વ આપીને ગુજરાતી ભાષાની ઉપેક્ષા કરે છીએ એ વિશે નર્મદ અફસોસ વ્યકત કરતો હતો. આ માણસના રેન્જ જુઓ, દાંડિયોમાં દાંડી પીટીને પોતાના અભિવ્યક્તિસ્વાતંત્ર્યને આધારે અનેક નવા વિચારોને રમતા મુકતો હતો. 150 વર્ષ પહેલા નર્મદ આપણા ખેડૂતોને આધૂનિક કૂષિવિજ્ઞાન પઢાવવાની હિમાયત કરી હતી. આ માણસ ફેન્ટેસ્ટિક હતો. 
 
Story of the Day

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.