Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આહ.......કેવો જોરદાર પ્રચાર હતો...કોંગ્રેસની 36ની છાતી પર ભ્રષ્ટાચારના એક પછી કેવા ભારેખમ હથોડા 56ની છાતી વાળા મોદીજી દ્વારા ટુજીના મામલે વાગ્યા હતા. મિતરોં......લૂંટાઇ ગયું...દેશ બરબાદ થઇ ગયો.......બે લાખ કરોડનો એટલો મોટો ભ્રષ્ટાચાર થયો કે દેશ આખામાં હાહાકાર મચી ગયો...એક પછી એક ભ્રષ્ટાચારના મામલા બહાર આવતા ગયા...જાણે કે ચૂંટણીની રાહ જોઇ રહ્યાં હોય... અધૂરામાં પૂરૂ આપણાં બે સૈનિકોના માથાં કાપીને પાકિસ્તાનના સૈનિકો લઇ ગયાના સમાચાર સરહદેથી આવ્યાં...અને પછી ....એકની સામે પાકિસ્તાનના 10 માથાં વાઢી નાંખીશું.. કાપી નાંખીશું...ધોઇ નાંખીશું...વિશ્વના નકશા પરથી પાકિસ્તાનનો નામોનિશાન મિટાવી દઇશું....બસ આપણાં મોદીજીને પીએમ બનાવો. પીએમ બન્યા. સાડા ત્રણ વર્ષ થયાં. ટુજીનો ચુકાદો આવ્યો. તમામ નિર્દોષ......ઓ ત્તારીની...આ શું? કેન્દ્રમાં એમની જ સરકાર છે ને કે જેઓ લોકસભા ચૂંટણીમાં ટુજી....ટુજી...ની માળા જપતા હતા?

    સરકાર તમારી. સીબીઆઇ તમારા હાથમાં. છતાં કોર્ટમાં સીબીઆઇ એક પણ એવો પુરાવો રજૂ કરી શકી નથી કે આરોપીઓને ટુજીના ટુ એટલે કે બે દિવસની પણ સજા થાય...અને આરોપીઓ કાંઇ સામાન્ય નહોતા. કોંગ્રેસની યુપીએ સરકારના ટેલિકોમ મંત્રી એ. રાજા અને ડીએમકેના નેતા અને સાંસદ કનિમોજી. વીવીઆઇપી આરોપીઓ. પ્રજાને તો એમ હતું કે ઘાસચારામાં સીએમ લાલુ યાદવને સજા થઇ તેમ રાજા તેરા તો બજ ગયા બાજા.....એવું કાંઇ થશે. તેના બદલે...? રાજા મોજમાં....કનિમોજી મોજમાં...કોંગ્રેસ મોજમાં...ડીએમકે મોજમાં....થયું શું એવું કે 1.76 લાખ કરોડના કૌભાંડમાંથી આ રીતે સહેલાઇથી વીવીઆઇપી આરોપીઓ છટકી ગયા....?

    ટુજી સ્પેક્ટ્રમની હરાજીમાં સરકારને 1.76 લાખ કરોડનુ નુકશાન થયું એમ કહેનાર તે વખતના કેગના વડા વિનોદ રાય કોર્ટના ચુકાદા પછી અટ્ટહાસ્ય વેરી રહ્યાં હશે- કેવાબનાવ્યાં.....સૌને....હા...હા...!!! ચુકાદો ખરેખર તો બે સરકારી સંસ્થાઓ કેગ અને સીબીઆઇની વિશ્વનિયતા સામે આંગળી ચિંધે છે. કેગે ઉંધુ વેતર્યું..? કેગ દ્વારા હિસાબ લગાવાયો કે જો ઓછા ભાવે કંપનીઓને માલ એટલે કે સ્પેક્ટ્રમ અપાય તો......ગણતા ગણતા પહોંચ્યા 1.76 લાખ કરોડ પર.......નુકશાન ક્યારે થાય કે જ્યારે સોદો કે પરવાનો ફાઇનલ થઇ ગયો હોય... પણ કેગનો રિપોર્ટ વાજતે ગાજતે પહોંચ્યો ભાજપને દ્વાર.....અને પછી તો કાંઇ બાકી રહે.....? શું કહીશું આને.... કેગનો રાજકીય ઉપયોગ...? મતદારો સુધી ખોટા અહેવાલ પહોંચ્યા? એક વ્યક્તિને જો વડાપ્રધાનપદે નહીં લાવો તો દેશ તો ગયો......ધૂંઆધાર પ્રચાર......જીત્યા. વપ્ર બન્યા. ચૂંટણી સભાઓ ગજવી પણ ટુજીના કેસમાં ધ્યાન ના આપ્યું..? કે પછી રાજા-કનિમોજી દ્વારા દક્ષિણ ભારતમાં ડીએમકે સાથે જુગલબંધીનું પ્રથમ પગલું?

    યાદ આવે છે હવે લોકોને જ્યારે તેઓ ડીએમકેના સુપ્રિમો બિમાર કરૂણાનિધિને મળ્યા ત્યારે કહ્યું હતું- એવું હોય તો પીએમ હાઉસમાં આવો ને રહેવા. (હવાફેર પણ થઇ જશે અને ચા પીતા પીતા દક્ષિણ ભારતના નકશાનો અભ્યાસ પણ કરીશું.....!!)

    કોલસા કાંડમાં મધુ કોડાને 3 વર્ષની સજા થાય... પણ ટુજીમાં બધા જ નિર્દોષ....પઢો રે “પોપટ” સીતારામ....

    ટુજી પછી કોમનવેલ્થ ગેમ કાંડ....આદર્શ કાંડ...કોલ બ્લોક કાંડ-કોલગેટ-માં પણ આ જ રીતે પુરાવાનો અભાવ હશે....?

    ભાઇઓ-બહેનો, ગરબડ સીબીઆઇમેં નહીં, ગરબડ દિલ્હીમેં હૈ.... આ તો યાદ અપાવ્યું

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ