Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વ્યક્તિગત રીતે અત્યારે સૌના હૃદયના ઊંડાણમાંથી એક જ પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે કે 'COVID-19'ની મહામારીમાંથી મુક્તિ ક્યારે મળશે?. નેતા હોય કે સામન્ય માનવી આપણે સૌ આ પ્રશ્નનો ઉત્તર શોધી રહ્યાં છીએ. જો કોઈ એવું પૂછે કે આ ભયાનક સ્વપ્નરૂપી મહામારી ક્યારે પૂર્ણ થશે? ત્યારે એટલું જ કહેવું પડે કે 'આ પૃથ્વી ઉપર કોઈ માનવ ભગવાન નથી.' આપણામાંથી કોઈને ખબર નથી કે આવતીકાલે શું થશે? હા, પરંતુ આપણને સૌને તેનો અંત આવશે એવી આશા અને વિશ્વાસ કહેતાં કે શ્રદ્ધા છે. એ પણ ઇતિહાસ રહ્યો છે કે હજારો વર્ષોથી પૃથ્વી તથા સૂર્ય કે ચન્દ્રની ભ્રમણકક્ષામાં કોઈ શું થશે એ કોઈને ખબર નથી. પુનઃ કહીશ કે આવતીકાલે શું થશે? તેની કોઈને ખબર નથી, પરંતુ જો દુઃસ્વપ્નનો અંત આવે એવું આપણે ઇચ્છતા હોઈએ તો તેનો સરળ માર્ગ છે કે આપણે જાગૃત થઈએ. જ્યારે તમે જાગો છો ત્યારે તમારા દુઃસ્વપ્નનો અંત આવે છે. જોકે, ખરેખર તો આપણે વાસ્તવિકતા માટે જાગૃત થવું પડશે. એટલે કે આપણે નથી ગુલાબી ચિત્રો દોરવા મંડવાના કે નથી નિરાશાવાદી બનીને દુઃખમય ચિત્રો દોરવા લાગવાનું. આપણે યથાર્થ કહેતાં કે જેમ છે, તેમ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનો છે. એ જ રીતે COVID-19એ સંક્રમિત રોગ છે. કોઈપણ રોગ હોય તેમાંથી સ્વસ્થ થવા ધીરજ જોઈએ. પછી તે સામાન્ય એસીડીટી હોય, કમરનો દુઃખાવો હોય કે આધાશીશી હોય. જે રોગથી ગ્રત હોય તેને પેશન્ટ (દર્દી) કહે છે. જો આપણે પેશન્ટ (દર્દી) હોઈએ તો આપણે પેશન્સ (ધીરજ) રાખવાની જ છે. આપણને ખબર છે કે શા માટે આ સંપૂર્ણ પરિદ્રશ્ય એક દુઃસ્વપ્ન જેવું લાગે છે? કારણ કે આપણે એવી પેઢીમાં ઉછર્યા છીએ, જેઓમાં અધિરાઈ ખૂબ છે અને જેને ઇન્સ્ટન્ટ પરિણામ જોઈએ છે. એવું માનવામાં આવે છે કે આપણું બધું જ સંશોધન, જ્ઞાન, શાણપણ બધું જ પરિવર્તિત કરી દેશે. જેમ એક સ્વીચ દાબીશું અને તત્કાળ મહામારી જતી રહેશે. આ રીતે ધીરજનો અભાવ હોવાના કારણે આ મહામારી એક દુઃસ્વપ્ન જેવી લાગે છે. આવા સમયમાં સૌથી મહત્વની બાબત એ છે કે આપણે સૌએ ધીરજ રાખવાની છે.

એક ઉદાહરણ લઈએ તો જો કોઈને સામાન્ય શરદી થઈ હોય તો તે શું કરે? જો આપણે ડોકટર પાસે જઈએ તો તેઓ આપણને કહેશે કે હું જે દવા આપું છું તે લો ને એક સપ્તાહમાં તમને શરદી મટી જશે અને કંઈ નહીં કરો તો પણ તમને સાત દિવસમાં મટી જશે. એક કાલ્પનિક દ્રષ્ટાંત છે કે એક ભાઈને શરદી થઈ અને તેઓ ડોક્ટર પાસે ગયા. એ ડોક્ટરે કહ્યું કે તમે ઠંડુ પાણી ભરેલું એક ટબ લઈને તેને માથે મૂકી ત્રણ દિવસ ઠંડીમાં ઊભા રહો. આ સાંભળીને દર્દીએ ડોક્ટરને કહ્યું સાહેબ, એવું કરીશ તો મને ન્યૂમોનિયા થઈ જશે. એટલે ડોક્ટરે કહ્યું કે 'ન્યૂમોનિયાનો ઉપચાર અમારી પાસે છે, પરંતુ શરદીની કોઈ દવા નથી.' છેલ્લા 3,000 વર્ષ દરમિયાન પ્રાચીન ગ્રીસથી લઈ ચીન સુધી સામાન્ય શરદીની રસી કે યથાર્થ દવા શોધાઈ નથી.

COVID-19 માટે આપણે નિરાશાવાદી ન બનીએ, પણ ખોટી ભ્રમણામાં ન જીવીએ. આપણે સૌએ એ વાત સ્વીકારવાની છે કે આ એક રોગ છે અને પ્રાર્થના કરીએ કે આ રોગની પણ રસી જલદીથી સૌને ઉપલબ્ધ થાય, પરંતુ જ્યાં સુધી રસી ન શોધાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન આપણે ડરપોક, ભયમુક્ત કે નકારાત્મક નથી બનવાનું. આ સમયગાળો દર્દીને સકારાત્મકતાથી પોષિત કરવાનો છે. આ સમયગાળા દરમિયાન સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાનો છે.

જ્યારે ભગવાનને આપણને અનેક વેક્સીન આપ્યા હોય ત્યારે રોગને દૂર કરવા માટે કેવળ મેડિકલ વેક્સીનની રાહ જોતાં-જોતાં ભગવાને જે આપણને આપ્યું છે તે ખોઈ ન બેસીએ. ભગવાનને આપણને અનેક વેક્સીન આપ્યા છે, તેમાંનું એક છે, સોશિયલ વેક્સીન એટલે કે આપણે વ્યક્તિગત સ્વચ્છતા અપનાવીએ અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરીએ, માસ્ક પહેરીએ. જો આ બધું કરીશું તો બીમાર થતા બચી જઈશું. આવું જ અન્ય એક વેક્સીન ભગવાને આપ્યું છે ઇમોશનલ ડિસ્ટનસિંગ રાખવાનું. માટે આપણા લાગણીના સંબંધો કોઈની સાથે છૂટવા ન જોઈએ. કદાચ કોઈ કોરોનાનો દર્દી હોય તો તેની સાથે લાગણી દૂર નથી રહેવાનું, પરંતુ તેને હૂંફ આપવાની છે. જેના દ્વારા આપણે સ્વયંની રક્ષા કરી શકીએ તેવું અન્ય વેક્સીન છે, મોરલ વેક્સીન. આપણે પોતાના પ્રત્યે ચુસ્તપણે પ્રામાણિક બનીને. તેની સાથોસાથ આપણે જવબદાર બનવાનું છે. આપણે જવબદાર નાગરિક બનીએ કે હું સંક્રમણ ફેલાવવામાં વાહક નહીં બનું. દુઃસ્વપ્નનાં અંત માટે મહત્વનું વેક્સીન છે, સ્પિરિચ્યૂઅલ વેક્સીન. હૃદયમાં ભગવાન માટે શ્રદ્ધા હશે કે સહેજે પણ નહીં હોય, છતાં આ સમયગાળા દરમિયાન મહાન નેતા હોય, દર્દી હોય કે નાસ્તિક સૌ ભગવાનને પ્રાર્થના કરે છે કે 'અમારા વૈજ્ઞાનિકોને માર્ગ બતાવો, અમને માર્ગ બતાવો.'

આપણે રસીની રાહ જોવાની છે, પરંતુ એવા અસહાય પણ નથી બનવાનું કે કોઈ સુપરમેન આવીને આપણી રક્ષા કરે. રાહ જોવાના સમયગાળા દરમિયાન ભગવાને આપણને કે સોશિયલ વેક્સીન, ઇમોશનલ વેક્સીન, મોરલ વેક્સીન અને સ્પિરિચ્યૂઅલ વેક્સીન આપી છે, તેનાથી સકારાત્મકતાપૂર્વક સજ્જ બનીએ. ધીરજ અને આશા રાખીએ. સૌથી મહત્વની વાત કે Global Immunisation is Positivity. (સકારાત્મકતા એ વૈશ્વિક રસીકરણ છે). બીજી રીતે કહીએ તો The Key to immunity is positivity. (સકારાત્મકતા રોગપ્રતિકારક શક્તિની ચાવી છે). 

આમ, જો મહામારીરૂપી દુઃસ્વપ્નનો અંત આણવો હશે તો આપણે જાગવું પડશે અને સૌથી મહત્વની વાત સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો પડશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ