Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 જે ઈમાનદારીથી રોકડમાં રોજી કમાય છે, તેમના માટે નોટબંધીના નિર્ણય મોટું સંકટ પેદા કર્યું છે. બીજી તરફ બેઈમાન અને કાળું નાણું રાખનારા મામૂલી દંડ આપી છૂટી જશે. કહેવાય છે કે, ઘણા વિચારોમાં પૈસા જ વિશ્વાસની માતા હોય છે.9 નવેમ્બર, 2016એ કરોડો ભારતીયોનો વિશ્વાસ ડગમગી ગયો. વડાપ્રધાની જાહેરાત પછી રુ. 500 અને 1000ની નોટ રાતોરાત રદ્દી થઈ ગઈ. વડાપ્રધાને તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે, દેશની પ્રગતિની યાત્રામાં એવો પણ સમય આવતો હોય છે.જ્યારે આકરા નિર્ણયો લેવા પડે. તેમણે આ નિર્ણય પાછળ બે પ્રાથમિક કારણ દર્શાવ્યા. એક - સરહદ પારથીઆવતી નકલી નોટથી અર્થતંત્રને થતું નુકશાન રોકવું.બીજું -ભ્રષ્ટાચાર અને કાળા નાંણાની ચુંગાલમાંથી દેશનો છોડાવવો. ચોક્કસપણે આ વિચાર સારો છે. તેને પૂરતો સહયોગ પણ આપવો રહ્યો. નકલી નોટ અને કાળું નાણું દેશ માટે આતંકવાદ અને સામાજિક ભેદભાવ જેટલાં જ મોટા ખતરા છે. તેને કોઈ પણ  ભોગે પૂરી તાકાતથી રોકવા જોઈએ.એક કહેવત છે- નરકનો રસ્તામાં પણ સારા વિચારોના પગથિયાંથી બનેલો હોય છે. આ કહેવત આજની સ્થિતિમાં બંધબેસતી છે. 500 અને 1000ની ચલણી નોટ બદલવાના  વડાપ્રધાનનો નિર્ણય એ વિચારથી પ્રેરિત છે કે દેશમાં બધું જ નાણું કાળું નાણું રોકડ સ્વરુપે છે. પણ આ વાસ્તવિકતા નથી. કેવી રીતે જોઈએ.

ભારતની  90 ટકા પ્રજાને રોજીરુપે રોકડમાં ચૂકવણી થાય છે. જેમાં કરોડો ખેત-મજૂર અને મજૂરો સમાવેશ થાય છે. ભારતના ગામડાઓમાં બેંકની શાખાઓ 2001 પછી બમણી થઈ છે. પણ તેમ છતાં 60 ટકાથી વધુ ભારતીયો એવા શહેર કે ગામમાં રહે છે જ્યાં બેંકની સુવિધા નથી. તેમના જીવનમાં રોકડનું ઘણું મહત્વ છે. તેમનું રોજીંદુ જીવન રોકડ પર આધારીત છે. તે પૈસા બચાવે છે. તે બચત. 500 અને રુ. 1000ની નોટરુપે એકઠી કરે છે. આ નાણાંને કાળા નાણાં કહેવા યોગ્ય નથી. સરકારના આ નિર્ણયથી કરોડો લોકોની જિંદગી અસ્તવ્યસ્ત થઈ ચૂકી છે. મોટા ભાગના ભારતીયો રોકડમાં જ કમાણી, બચત અને  વિનિમય કરે છે. લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારે નાગરિકોના આ અધિકારો અને આજીવિકાનું રક્ષણ કરવું જોઈએ.

ભારતમાં કાળું નાણું મોટી સમસ્યા છે. કાળું નાણું લોકો વર્ષોથી અજ્ઞાત સ્ત્રોતથી એકઠું કરે છે. આ કાળું નાણું  મોટાભાગે જમીન અને વિદેશી હુંડીયામણ સ્વરુપે છે. અગાઉ ઘણી સરકારોએ ઈન્કમટેક્ષ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને  વોલન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમ જેવી યોજનાઓ થકી ગેરકાયદે નાણા બહાર લાવવાની કોશિષ કરી છે. પણ આ નિર્ણય એવા લોકોને કેન્દ્રમાં રાખીને કરાયો હતો જેમની પાસે કાળું નાણું છે. દેશના સામાન્ય નાગરીકને પરેશાન કરાયો ન હતો. ખરેખર તો વડાપ્રધાનના આ નિર્ણયથી ઈમાનદાર લોકો પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે કાળું નાણું રાખતા કારોબારીઓ મામૂલી દંડ આપી છુટી જશે. વળી, સરકારે રુ. 2000 ની નોટ છાપી કાળા નાણાને છુપાવવું વધુ આસાન કર્યું છે. જેને પકડવાનું વધુ મુશ્કેલ બનશે. સરકારની આ નવી નીતિથી ન તો કાળુ નાણું બહાર આવશે ન તો તેના વ્યવહારોમાં કોઈ કમી આવશે. એ સ્વીકારવું પડે કે જૂની નોટના બદલે નવી નોટને ચલણમાં લાવવાનો આ ઐતિહાસિક નિર્ણય પડકારરુપ છે, તે પણ ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશ માટે તો ખાસ. બીજા દેશોએ નોટબંધીનું કામ મોટાભાગના દેશોએ નિશ્ચિત સમયમાં કર્યું છે, રાતોરાત નહીં. આજે લાકો ગરીબ ભારતીયો પોતાના જ પૈસા બેંકમાંથી કાઢવા લાઈનમાં ઉભા છે અને તે પણ પોતાની રોજીરોટી છોડીને. મેં યુદ્ધ દરમિયાન નિયમિત મળતા રાશન માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાનો અનુભવ કરેલો ત્યારે એવી કલ્પના પણ ન હતી કે દેશના 125 કરોડ નિર્દોષ નાગરિકોએ પોતાના જ પૈસા માટે બેંકની લાઈનમાં ઉભું રહેવું પડશે. એ વાતનું વધુ દુખ છે કે આ  સંકટ આડેધડ લેવાયેલા એક નિર્ણયને કારણે પેદા થયું છે.

સરકારના નોટબંધીના આ નિર્ણયની આર્થિક અસર ઘણી ગંભીર હશે. ભારતીય વ્યાપારનું  સ્તર ઘણું નીચું છે,ઔદ્યોગિક ઉત્પાદન ઘટી રહ્યું છે. નવી નોકરીઓની અછત છે ત્યારે સરકારના આ વણવિચાર્યા પગલાંથી દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકશાન થશે. ભારતીય અર્થવ્યવસ્થા રોકડ પર નિર્ભર છે અને દેશની અર્થવ્યવસ્થામાં નાગરિકોનો વિશ્વાસ દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ સ્તંભ છે. એ સ્પષ્ટ છે કે નોટ પર રાતોરાત લાગેલો પ્રતિબંધથી લાખો ભારતીયોને દેશની અર્થવ્યવસ્થામાં વિશ્વાસ ઉઠી ગયો છે. જે આર્થિક પ્રગતિમાં અડચણરુપ બનશે. લાખો ભારતીયોની ઈમાનદારીની કમાણી રાતોરાત રદ્દી થઈ ગઈ. હવે આર્થિક પ્રગતિ રુંધાઈ છે. આનો પરોક્ષ પ્રભાવ જીડીપી વૃદ્ધિ અને નવી ઉભી થનારી નોકરીઓ પર પણ પડશે. મારું માનવું છે કે દેશની સામે મોટું સંકટ છે.
 
કાળું નાણું આપણા દેશની મોટી સમસ્યા છે. આપણે તેને  ખતમ કરવા પ્રયાસો કરવા પડશે. પણ સાથોસાથ એ પણ ધ્યાન રાખવું પડશે કે તેની અસર દેશના ઈમાનદાર દેશવાસીઓ પર ન થાય. કોઈ વ્યક્તિને એવો ભ્રમ હોઈ શકે કે તેમની પાસે બધી જ સમસ્યાઓના ઉકેલ છે. અને તેના માટે અગાઉની સરકારોએ કંઈ નથી કર્યું. ખરેખર એવું નથી. નેતૃત્વ અને સરકારની એ જવાબદારી છે કે દેશના નબળા લોકો પ્રત્યે સંવેદનશીલ રહે. આ જવાબદારીમાં ચૂક ન થવી જોઈએ કારણ કે ઘણા નીતિવિષયક નિર્ણયોમાં ન દેખાતા નુકશાનની સંભાવના રહેલી હોય છે. એટલા માટે એ જરુરી છે કે નુકશાન અને ફાયદાને ધ્યાનમાં રખાતા નિર્ણયોમાં સંતુલન રાખવું જોઈએ. કાળા નાણા સામે યુધ્ધ સાંભળવામાં તો સારું  લાગે જ પણ એના માટે એ પણ સુનિશ્ચિત કરવું પડે કે આ નિર્ણયથી નિર્દોષ , ઈમાનદાર વ્યક્તિના જીવન પર કોઈ પણ પ્રકારની આંચ ન આવે.

(ડો. મનમોહન સિંહ, 2004 થી 2014 દરમિયાન ભારતના વડાપ્રધાન હતા)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ