Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પડકારોને છંછેડવાનો જેમનો કાયમી સ્વભાવ રહ્યો છે, જેમણે ગુજરાતને આપત્તિને અવસરમાં ફેરવવાની રીતભાત શીખવી છે તે નમો કહેતા નરેન્દ્ર મોદી સામે વધુ એક પડકાર ઉભા થયો છે.. ના..ના..આ પડકાર કાંઇ 135 વર્ષ જુની કોંગ્રેસમાંથી આવ્યો નથી પણ રાજકારણમાં જેમને હજુ દૂધના દાંત ફૂટી રહ્યાં છે...માઇન્ડ વેલ ફૂટી રહ્યાં છે, ફૂટ્યા નથી તેવા 3 યુવાઓ પૈકીના એક જીગ્નેશ મેવાણીએ એવો પડકાર નમોને આપ્યો છે અને તેપણ ડંકે કી ચોટ પર. વિધાનસભા ચૂંટણીમાં વડગામથી અપક્ષ જીતીને સૌ પ્રથમવાર ધારાસભ્ય બનેલા મેવાણી ઉના કાંડ બાદના ઉના ઉના રાજકારણમાંથી ઉકળીને બહાર આવ્યાં છે.

    તેમણે એક અંગ્રેજી ટીવી ચેનલ( આવા નવલોહિયા અને દૂધમલ યુવાઓ અંગ્રેજી ચેનલોને વધારે ફાવે છે)ને આપેલી મુલાકાતમાં અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની હાજરીમાં એક પ્રશ્નના જવાબમાં નમોને ઉદ્દેશીને કહ્યું- મોદી પોતાને સૌથી વધુ લોકપ્રિય માનતા હોય તો (હાર્દિક તરફ હાથ કરીને) અમારા આ હાર્દિકની સામે લોકસભાની ચૂંટણીમાં જીતી બતાવે તો ખરા. એટલું જ નહીં જો મોદી જીતી જાય તો હું રાજકાણ છોડી દઇશ....!!!!! ભાઇ...ભાઇ....આ સાંભળીને કેટલાકને શોલેનો ડાયલોગ યાદ આવી ગયો હશે- ખુદ ગબ્બર સે ટક્કર....પહલી બાર કીસીને ઇતની બડી બાત ગબ્બર કે સામને કી હૈ....!!! અહીં ગબ્બરનો ઉલ્લેખ ગબ્બર સિંગ ટેક્સના સંદર્ભમાં નથી હોં ને...ગુડ. નહીંતર પૂછ ભલું...ઓખીરૂપી વિરોધવંટોળ શરૂ થઇ જાય---ના ના તમે અમારા સાહેબને એવું કીધુ જ કેમ...

    જીગ્નેશ-હાર્દિક અને અલ્પેશ નામના 3 નવા નિશાળિયાઓએ કોને હરાવવા નિકળ્યા છે? આ કાંઇ નમોની તરફેણ નથી પણ જે વાસ્તવિક્તા છે તે એ છે કે ભાઇ મેવાણી પહેલા તમે મોદીની સામે પડેલા કેજરીવાલને મળી આવો. મોદીની સામે મધુસૂદન મિસ્ત્રી પડ્યા હતા તેમને મળજો. વિધાનસભા ચૂંટણીમાં તેમની સામે પડેલા ઉમેદવારો આજે ક્યાં છે તેની કદાચ કોંગ્રેસને પણ ખબર નહીં હોય. ટીવી ચેનલમાં કહેવું સહેલું છે પણ એક એવી હસ્તી સામે જીતવું કે જેમની હાર થાય તો ભારતનો રાજકીય ઇતિહાસ બદલાઇ જાય તેમને પરાજય આપવું એટલે ઉનકો હરાના મુશ્કીલ હી નહીં નામુમકીન ભી હૈ..ભાઇ હાર્દિક તારે નમોની સામે લડવું હોય તો બનારસી બાબુ થવું પડશે...બનારસી પાન ખાવાની ટેવ પાડવી પડે. અને એવું છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં નમો વારાણસીથી જ ફરી ઉભા રહેશે એમ તમે માનો છો...? ચરૈવેતી....ચરૈવેતી....નવી રાજકીય વ્યૂહ રચના. નવી રણનીતિ..કદાચ બાંકે બિહારી બનીને બિહારથી પણ ચૂંટણી લડે તો નવાઇ નહીં. જેમ યુપી પર કેસરિયો તેમ બિહારમાં પણ બચ્ચા બચ્ચા લાલુ નહીં પણ ભારત મા કા લાલ....ની જેમ પટણાની લોકસભાની મોટાભાગની બેઠકો કબ્જે થાય. આમ પણ નીતિશકુમારને કેસરિયો ફાવી ગયો છે અને લાલુભાઇ તો જેલની અંદર-બહાર થયા કરશે એટલે યુપી બાદ પડોશમાં બિહાર પણ નમો...નમો....

    પહેલા તેલ જુઓ...તેલની ધાર જુઓ....એક વાતની દાદ આપવી પડે કે તમે પડકાર આપ્યો તો હવે તેના પર મચી પડો...કીસીને કહા હૈ- ઈશ્ક આગ કા દરિયા હૈ ઔર તૈર કે જાના હૈ....આ આગના દરિયામાંથી પાર થવાનું છે. તમને જીતાડવા માટે રાગાએ પછી તો ભારતના મંદિરે મંદિરે...ફરવું પડશે... ભાઇ મેવાણી, થોડુ લખ્યું ઝાઝુ વાંચજો...જય ભીમ...જય માતાજી...

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ