Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ઇસ દેશ કી સરકારે ઔર કોર્ટો કો ઐસે ફૈસલે દેને ચાહિયે જિસકા પાલન હો શકે,. જિસકા અમલ હી ન હો શકે ઐસે ફૈંસલે નહીં દેને ચાહિયે. લોગો કી આસ્થા કા ભી ખ્યાલ રખના ચાહિયે...!”

    આદરણીય ન્યાયની દેવી, તમે સાંભળ્યું..? તમે બરાબર સાંભળ્યું ને...સાંભળવામાં કોઇ ભૂલ થાય એ રીતે બોલનાર બોલ્યા નથી પણ જાહેરસભામાં માઇકમાં બોલ્યા છે સબરીમાલાના સ્થાનેથી. અને સંભળાવ્યું છે ન્યાયની દેવીને. ન્યાયની એ દેવીને કે જેણે હાજી અલી દરગાહમાં ગર્ભદ્વાર સુધી મહિલાઓને પ્રવેશનો અધિકાર આપ્યો અને તેનો અમલ થયો. તીન તલાક ખતમ કરવા કાયદો બનાવવાનો આદેશ આપ્યો તો ફટ ફટાફટ વટહુકમ બહાર પાડીને અમલ થયો. એ જ કોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશ માટે આદેશ આપ્યો બંધારણ અને સમાનતાના હક્કો ટાંકીને તો તેના અમલના હુક્મને ખીલીએ ટીંગાડી દેવામાં આવ્યો છે. જાઓ, નહીં કરીએ અમલ. તમારાથી થાય તે કરી લો. અમલ નહીં કરનારાઓની આગળ અમે ચટ્ટાનની જેમ ઉભા રહીશું. જોઇએ કે કોણ આવે છે કોર્ટના અમલ માટે..આખિર આસ્થા ઔર શ્રધ્ધા ભી કોઇ ચીજ હૈ કી નહીં....!

  • દેવીને આવી વણમાંગી સલાહ આપી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે. કેરળમાં તેમણે સબરીમાલા મંદિરમાં મહિલા પ્રવેશ માટે સુપ્રિમ કોર્ટના ચુકાદાના અમલ માટે મથી રહેલી સામ્યવાદીઓની સરકારને ઉથલાવી દેવાની ધમકી પણ આપી. મજા જુઓ. સામ્યવાદીઓ એટલે મોટાભાગે નાસ્તિક. એ સામ્યવાદીઓની સરકાર હિન્દુ મંદિરમાં હિન્દુ ધર્મની તમામ વયની મહિલાઓને પ્રવેશ માટે મથી રહી છે ત્યારે પોતાને હિન્દુઓની પાર્ટી કહેનારના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રાચીન પરંપરાને ટેકો આપીને સામ્યવાદીઓની સરકાર સુપ્રિમના આદેશનું પાલન ના કરે તેવા પ્રયાસોમાં છે...! જેને મુસ્લિમોની પાર્ટી કહેવામાં આવે છે તેકોંગ્રેસ અને રાફેલ વિમાન સાથે રાહુલ હિન્દુ તરફ ઢળી રહ્યાં છે અને જેને હિન્દુ હિત કી બાત કરેંગા... તરીકે ઓળખીએ તે ભાજપ તીન તલાકમાં મુસ્લિમ બાનુઓને ન્યાય આપવામાં સૌથી આગળ છે પણ સબરીમાલામાં પરંપરાને આગળ કરે છે. જો પરંપરા જ હોય તો તીન તલાક એ ધર્મની પરંપરા છે તેના અમલ સામે પણ વિરોધ થવો જોઇએ. પણ ના એવું ના થયું.
  • સમય સમયની વાત છે. રાહુલ મંદિરમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાદર ઓઢે. જો કે એ આડ વાત થઇ. મુખ્ય વાત એ છે કે ન્યાયની દેવીને વણમાંગી સલાહ અપાય..? માનો કે અપાય તો એવી સલાહ અપાય કે પાલન થઇ શકે એવા જજમેન્ટ આપો. પાલન ના થઇ શકે એવા જજમેન્ટ શા માટે આપો છો..? ચાલો, ઠીક છે. તમે સલાહ આપી. સલાહથી કોર્ટને કેવું લાગ્યું એ તો કોર્ટ જાણે પણ એક નાગરિક અને હાલમાં ચૂંટણીઓની મોસમ પાંચ રાજ્યોમાં છે અને ત્યારબાદ દેશ આખામાં શરૂ થવાની છે ત્યારે એક મતદાર તમને એટલું પૂછી શકે કે ભાઇ, તમે ન્યાયની દેવીને સંભળાવો છો તો ચૂંટણી ઢંઢેરામાં જેનું પાલન થાય એવા જ વચનો કેમ આપતા નથી..? જેનું પાલન જ શક્ય નથી એવા મૌખિક અને લેખિત વચનો કેમ આપો છો..? જેમ કે દરેકના ખાતામાં 15 લાખનું વચન. પાલન થઇ શકે તેમ હતું જ નહીં છતાં મૌખિક વચન અપાયા અને જ્યારે વચન પૂર્તતા માટે લોકોએ જાણવા માંગ્યું ત્યારે જવાબ આવ્યો- વો તો જુમલા થા. મતલબ કે તમે જાણતા હતા કે આ વચન સાવ ખોટા જ છે છતાં અપાયા. આવા તો ઘણાં વચનો છે કે જેનો અમલ શક્ય જ નથી છતાં અપાય છે કે જેમ કે 2022 સુધીમાં તમામને ઘરનું ઘર. 2012માં ગુજરાતની ચૂંટણીઓ વખતે પાંચ વર્ષમાં 50 લાખ મકાનો બનાવવાનું વચન ઢંઢેરામાં હતું. કેટલા બન્યા..? અને હવે 2022નું વચન. કોર્ટને સલાહ અને પોતે..?

    સાહેબ, રાજકારણીઓના વચનો અને કોર્ટોના ચુકાદાને એક ત્રાજવે તોળી ના શકાય. કોર્ટો રાજકારણીઓએ બનાવેલા કાયદાઓનું પાલન કરીને જજમેન્ટ આપે છે. કોર્ટ કાયદા બનાવતી નથી. કાયદાઓ સરકારો બનાવે છે ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવાયેલા બંધારણની મર્યાદામાં રહીને. અને જો બહુમતિ છે તો બાબાસાહેબના બંધારણમાં સુધારો કરો કે મહિલાઓના સમાનતાના હક્કો ખરા પણ સાથે લોકોની આસ્થાઓ અને શ્રધ્ધાઓને પણ ધ્યાનમાં લેવી પડશે. આવો સુધારો બંધારણમાં હોત કે થાય તો કોર્ટોના માનનીય જજો એ પ્રમાણે જજમેન્ટ આપત સબરીમાલામાં. પણ બાબસાહેબના બંધારણમાં એવું નથી. એટલે કોર્ટે જે જોગવાઇ છે તે મુજબ ચુકાદો આપ્યો. જે કોઇને ના ગમે તો એમાં કોર્ટને દોષ આપવો..?

    એક નજર આ તરફ કે જ્યારે સબરીમાલાનો કેસ કેટલીક મહિલાઓ કોર્ટમાં લઇ ગઇ ત્યારે હાલમાં કોર્ટને સંભળાવનારની પાર્ટી તેની સામે રજૂઆત કરવા કોર્ટમાં ના ગઇ. એ પાર્ટીની સરકારે પણ કોર્ટમાં એવું ના કહ્યું કે પ્રાચીન પરંપરાનું પાલન થાય અને 10થી 50 વર્ષની વયની મહિલાઓને પ્રવેશ મળવો ના જોઇએ. એવી રજૂઆત તે વખતે ના કરી અને એક રાજ્યની વોટબેંક માટે ખાસ તો કે સામ્યવાદીઓ ચુકાદાનો અમલ કરવા માંગે છે તો આપણે તેનો વિરોધ કરીએ.. એવી રાજકીય માનસિક્તા હેઠળ કેરળ સરકારની સામે અને સાથે સુપ્રિમના ચુકાદાની પણ સામે વિરોધ વંટોળ શરૂ કરાયો છો. પરંતુ જો કેરળ સરકારે ચુકાદા બાદ એમ કહ્યું હોત કે ના અમે ચુકાદાનો અમલ નહીં કરીએ અને સબરીમાલાની બાબતે મંદિરની સાથે રહીને મહિલાઓને પ્રવેશ નહીં આપીએ. તો ભાજપે તેને ટેકો આપ્યો હોત...? ત્યારે તો રામ કસમ, રામની પાર્ટીએ તેનાથી વિપરીત વલણ અપનાવ્યું હોત કેરળમાં અને કોર્ટના ચુકાદાનો અમલ કરો જ કરો... પ્રવેશ આપો જ આપો... એવી રેલીઓ યોજાઇ હોત...!

    જો ભગવાન અયપ્પન બ્રહ્મચારી છે અને ઋતુચક્રવાળી મહિલાઓથી મંદિર અપવિત્ર થઇ જાય તો હે હિન્દુ પાર્ટીના પાર્થ, હનુમાન દાદા બ્રહ્મચારી નથી..? તેમના મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશ શા માટે..? મૂકો પ્રતિબંધ. શું આપણે પિરિયડનો ભીનો પેડ લઇને કોઇ મિત્રને ત્યાં જઇએ છીએ...એવો સવાલ મહિલા મંત્રી સ્મૃતિ ઇરાનીએ કર્યો છે ત્યારે ખરેખર તો રામ મંદિર સહિત તમામ મંદિરોમાં 10 થી 50 વર્ષની વય વાળી મહિલાઓ પર પ્રતિબંધ મૂકો. કેમ કે એ મંદિરોના ભગવાનોને પણ અભડાવવાનો કોઇ મહિલાને અધિકાર નથી. આપણને વિશ્વાસ છે કે એ પિરિયડ દરમ્યાન ધાર્મિક શ્રધ્ધાળુ મહિલાઓ પોતે જ પાલન કરીને મંદિર પ્રવેશથી દૂર રહે છે. પણ કોઇ મહિલા એવા સમયે કોઇ મંદિરમાં પ્રવેશે તો આપણે શું કરીએ..? એનું પાપ એને લાગશે. પરંતુ કોઇને એવા પાપમાં નાંખવા કરતાં તમામ મંદિરોમાં માત્ર 10 વર્ષથી નીચેની અને 50 વર્ષથી ઉપરની જ મહિલાઓ પ્રવેશ કરશે...એવી વ્યવસ્થા કરો. કોઇને પાપ નહીં લાગે.

    વચનો આપવામાં તો રાજકારણીઓ દાનવીર બની જાય છે. અવાસ્તવિક અને પાલન જ ના થઇ શકે એવા વચનો દે ધનાધન....આપ્યે જ જાય ત્યારે તેમને સારૂ લાગે અને કોર્ટ બંધારણ ટાંકીને ચુકાદો આપે તો ટીકા થાય. તો પછી આપણે કોર્ટને આસ્થાનું એક લીસ્ટ આપીએ અને કહીએ કે આટલા બાબતમાં તમારે માથુ મારવું નહી. આલ્યા-માલ્યા કેવી રીતે ભાગી ગયો, સીબીઆઇમાં 2 કરોડની લાંચ કોણે લીધી તેની તપાસ કરો પણ પાલન ના થાય એવા ચુકાદા ના આપો, બસ. લાગે છે કે ચુકાદો આપતા પહેલા કોર્ટે શ્રીકમલમ્ માં ફોન કરીને પૂછવું પડશે- જરા દેખ લો, કોઇ આસ્થા-પરંપરા તો નહીં હૈ ન....!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ