Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભાજપ અને સંઘ પરિવાર જેને હિન્દુત્વની રાજકીય લેબોરેટરી માને છે તે ગુજરાતમાં વધુ એક પ્રયોગ થવા જઇ રહ્યો છે. આ વખતે આ પ્રયોગ કરવાના છે ડો. પ્રવિણ તોગડિયા. મૂળ ગુજરાતના જ અને રામ મંદિર માટે કારસેવામાં ગુજરાતને આગળ કરનાર તોગડિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બોલવાની સજા રૂપે વિશ્વ હિન્દુ પરિષદમાંથી દૂર કરાતાં તેઓ રામ મંદિરના સંકલ્પના બહાને પોતાનું રાજકીય શક્તિ પ્રદર્શન એ ગુજરાતમાં બતાવવા જઇ રહ્યાં છે કે જે ગુજરાતમાંથી મોદી સીએમથી પીએમ બન્યા છે. રાજકીય સૂત્રો કહે છે કે એક સમયે તોગડિયા અને મોદી સારા દોસ્તાર હતા. પરંતુ તોગડિયાના મતે, મોદીએ 4 વર્ષ સત્તામાં રહ્યાં પછી હજુ પણ રામ મંદિર માટે વચન મુજબ સંસદમાં કોઇ કાયદો નહીં બનાવતાં તેમણે કાયદાની માંગ કરી તો તેમને પદ પરથી જ દૂર કરી નાંખવામાં આવ્યાં છે. તોગડિયાએ આમ તો કરોડો રામ ભક્તોની લાગણાનો પડઘો પાડવા અચોક્કસ મુદતના ઉપવાસ માટે ગુજરાતની ધરતી જ પસંદ કરી છે. પણ સૂત્રો માને છે કે તોગડિયાને બરાબર ખબર છે કે તેમને ઉપવાસ કરવા નહીં દેવાય, તેમને હેરાન કરાશે, ઉપવાસની મંજૂરીના બહાને પોલીસ બળનો પણ ઉપયોગ થઇ શકે અને તોગડિયા એ જ ઇચ્છે છે કે આવું થાય તો તેમને એ કહેવાનો મોકો મળશે કે મોદી રામ મંદિરના વિરોધી છે અને ભાજપ તથા મોદીએ માત્રને માત્ર ચૂંટણીમાં મતો મેળવવા માટે જ રામ મંદિરનો મુદ્દો ઉછાળ્યો હતો. 14 એપ્રિલ પહેલા તોગડિયાએ 21 મુદ્દાનો 3 પાનાનો પત્ર જાહેર કરીને રામ મંદિરના નામે ભાજપ, સંઘ પરિવાર અને મોદીએ કઇ રીતે હિન્દુઓને બહેકાવ્યાં તેની વિગતો જાહેર કરીને ખળભળાટ મચાવ્યો જ છે. અને હવે પોતાના મિત્ર મોદીના 3 દિવસના સદભાવના ઉપવાસની જેમ રામ મંદિરના સંકલ્પ સાથે અમદાવાદમાં ઉપવાસ પર બેસવા જઇ રહ્યાં છે. આમ રાજકીય લેબમાં મોદીની સામે, મોદીના જ એક સમયના સાથી દ્વારા રામ મંદિર જેવા અતિ સંવેદનશીલ મામલે તેમના ઉપવાસ કેટલા દિવસ યોજાશે તે પણ એક સવાલ છે.

    વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનમાં ગુજરાતનો મોટો ફાળો છે. અશોક સિંઘલ પછી ગુજરાતના તોગડિયાએ જ રામ મંદિરનો મુદ્દો યુપીએના રાજમાં ઉછાળ્યો હતો. 2002માં કેન્દ્રમાં ભાજપની એનડીએની સરકાર વખતે પણ તેમના દ્વારા જ રામ મંદિરના નિર્માણ માટે અયોધ્યામાં કારસેવાની ફરીથી હાકલ કરવામાં આવી હતી. અને આ કારસેવામાં ગયેલા સેવકો પૈકી 59 કારસેવકો ગોધરા રેલવે સ્ટેશનની બહાર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એસ-6માં સળગીને માર્યા ગયા હતા. જેના પગલે ગુજરાતમાં મોટા પાયે તોફાનો થયાં. કાયદો અને વ્યવસ્થાના જાળવી રાખવા પોલીસે કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 300 હિન્દુઓ માર્યા ગયા હતા. તોગડિયાએ તેનો હાલમાં ઉલ્લેખ કર્યો પરંતુ જ્યારે પોલીસ ગોળીબારમાં હિન્દુઓ મરી રહ્યાં હતા ત્યારે પોલીસ ગોળીબાર બંધ કરાવવાની એક પણ અપીલ તોગડિયાએ તે વખતે મોદી સરકારને કરી નહોતી. આટલા વર્ષો પછી તોગડિયાને ગોધરા કાંડમાં માર્યા ગયેલા 300 હિન્દઓની કેમ યાદ આવી તે કાંઇ કહેવાની જરૂર નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ