Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સરકારી મેડીકલ કોલેજમાં ભણીને કોઈ મોટો ડોક્ટર બને અને તેની ધીગતી પ્રેક્ટીસ ચાલે ત્યારે સરકારના રાજા , એટલે કે આજના મુખ્યમંત્રીઓ કે જેઓ કોઇ રાજા સે કમ હૈ કી....પેલા મોટા ડોક્ટર ને એવો મસ્ત ઈન્જેકશન મારે કે ભઈ, તું સરકારી ખર્ચે ભણ્યો, સરકારી ખર્ચે મેસમાં જમ્યો, રમ્યો અને હવે લાખો કમાય છે તો ૩૩ ટકા અમારા.....! પેલો ડોક્ટર આ સાંભળીને શીશી સુંઘ્યા અગર જ બેહોશ...! આવું કંઇક કર્યું હરિયાણાના આધુનિક રાજા મનોહરલાલ ખટ્ટરે...!

    તેમણે એક આદેશ બહાર પાડ્યો- હે મારા રાજ્યના રમતવીરો, તમે રમ્યા, તમે જીત્યા , નામ કમાવ્યા ,મેડલ મેળવ્યાં અને હવે તમે જાહેર ખબરો માં ચમકો, કોઈ ઇવેન્ટ માં ભમકો તો તમને જે કમાણી થાય તેમાં ૩૩ ટકા ભાગ સરકારનો. કારણ ? સરકારે તમારી પાછળ ખર્ચ કર્યો, સરકારી ખર્ચે રમતોત્સવ માં ઝળક્યા , ઇનામ જીત્યા એ સરકારને કારણે એટલે,.... ૩૩ પ્રતિશત તો બનતા હૈ ન ...!

    આ વાંચી ને પેલો રાજા અને પેલી વાર્તા યાદ આવી જેમાં એક રાજા ફરતા ફરતા શેરડીના ખેતરમાં પહોંચ્યા. આમેય તરસ તો લાગી હતી. શેરડીના સાંઠા તરફ નજર ફેરવી. નજર બગડી. ઓહ્હ્હો , તમામ સાંઠા પ્રચુર રસથી ભરપુર.તેના પર કેટલો વેરો લાગે? આ સાંભળી ને ખેતર સુકાઈ ગયો. રાજા એ ખેડૂત પાસેથી રસ માંગ્યો. ખેડૂત તો રાજી રાજી. મારા આંગણે મારો રાજા, મારો ધણી...તેણે રસ માટે સાંઠા કાપ્યા તો કોઈનામાંથી રસ જ નાં નીકળે. હજુ હમણાં તો બધા સાંઠા રસથી ભરેલા અને હવે સુકાઈ ને લક્કડ ? જરૂર આ રાજાની નજર મારા હર્યાભર્યા ખેતર પર બગડી હશે. નજર લાગી મારા ખેતરે....ગુજરાતી ફિલ્મ નું નવું નામ....હશે. ખેડૂતે હાથ જોડી અરજ ગુજરી હે, રાજન,મારા ખેતરો જોઇને તમારા મનમાં કોઈ ખરાબ ભાવ તો આવ્યો નથી ને? કેમ કે મારું આખું ખેતર એક ઘડીમાં રસવિહીન બની ગયું. રાજાને પોતાની ભૂલ સમજાણી અને મનનો ભાવ સુધારતા રસ ભરાણી ...!

    આ ખટ્ટરે પણ કાંઇ એવું જ કર્યું. મારા રમતવીરો, વિરે દી વેડિંગ ની જેમ.... જેટલું કમાવો છે અધધધ... લાવો ૩૩ ટકા ભાગ. છેવટે જ્યારે ગામમાં ફજેતી થઇ ત્યારે આદેશ પાછો ખેંચ્યો. આતો પેલા મ્યુઝીક કંપની જેવું થયું.અમારા ગીતો ગાશો તો અમારો ભાગ. જેનું રૂડું રૂપાળું નામ છે રોયલ્ટી. ખટ્ટરે રોયલ્ટી માંગી. તમે અમારા કારણે છો....તમારી કેરિયર અમે બનાવી એટલે તમે થયા મોટા અને મોટા ને કોઈ મોટી ઇવેન્ટ માં બોલાવે,મોટી કમાણી કરે તો હાથ લાંબો કરી ને કહે-લાવો ૩૩ ટકા....

    આવી નીતિ..? આવા મુખ્યમંત્રી ? અને તે પણ પ્રજા ના.....? પછી ભારત ઓલિમ્પિકમાં ક્યાંથી જીતે .....? આવા રાજાના મોઢે કુસ્તીબાજ શુશીલ કુમાર કે પેલી આમીરખાને જેના પરથી ફિલ્મ બનાવી તે બબીતા ફોગટ નો એક મુક્કો પડે ને તો જાય......સીધો...... ! આવો નિર્ણય લેનાર મુખ્યમંત્રી પ્રજાનો હોઈ જ ના શકે. જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી. પણ હરિયાણા ની પ્રજા રાંક નથી. આવા કેટલાય રાજાઓને ખરીદી શકે તેમ છે. હવે જો એમ કહીએ કે શું આ જ ભાજપની નીતિરીતી છે તો કેટલાક ના મુખમુદ્રામાં પાછા લાલ લાલ લાવારસ જેવા ફેરફારો થઇ જશે.....

    ભાઈ ખટ્ટર તમે રમતવીરો ની કમાણી જોવા ને બદલે વાઢરા ની કમાણી જુવો. ગાઈ વગાડી ને પીપૂડા વગાડતા હતા કે હમારી સરકાર બનતે હી દામાદ જાયેગા સીધા અંદર. છાપાવાળા રાહ જુએ છે કે આવી હેડલાઈન ક્યારે બનશે..? કેમ એવુ થતું નથી ..? ખટ્ટર એની તો તપાસ કરતા નથી અને, આપને કિત્તા કમાયા…… ચલો ડાલો ૩૩ ફીસદી મેરી ઝોલી મે ... ..!! દે ઉસકા ભી ભલા, ન દે ઉસકા ભી ભલા.... !!!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ