Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કેન્દ્રના રાજ્યકક્ષાના વિદેશમંત્રી એમ.જે. અકબર નામ મુજબ મુસ્લિમ બિરાદર છે. શીખો માટે જેમ ગુરૂ ગ્રંથ સાહેબનું મહત્વ છે, હિન્દુઓ માટે ભગવદ્ ગીતાનું અને ખ્રિસ્તીઓ માટે બાઇબલનું ધાર્મિક મહત્વ છે તેમ મુસ્લિમો બિરાદરો માટે એમના પવિત્ર ગ્રંથ કુરાનથી મોટુ કાંઇ નથી. કોઇએ સરસ કહ્યું છે કે હોય જ્યાં વાત શ્રધ્ધાની, પુરાવાની ક્યાં જરૂર છે...?કુરાનમાં ક્યાં ખુદાની સહી છે...! વાત શ્રધ્ધાની છે. વાત નીતિમત્તાની છે, વાત નૈતિક્તાની છે. વાત પરવરદિગારથી ડરીને ચાલવાની છે. ક્યાંય સહી નથી છતાં વિદેશમંત્રી પોતે પણ તેના ઉપર વિશ્વાસ રાખીને ધર્મનું આચરણ કરતાં હશે. નીતિથી રહેવું, નીતિથી ચાલવું અને નીતિથીવર્તવું એ કાંઇ રાજનીતિના નિયમો નથી. રાજકારણ અને તેમાં પણ ખંધા રાજકારણમાં તો નીતિ એટલે શું......એવો પ્રશ્ન પૂછાય. અકબરના મન ઉપર લાગે છે કે રાજકારણનો મસ્ત રંગ લાગ્યો છે. અને કેમ ના લાગે... આ રંગ છે જ એવો કે જેનો કોઇ રંગ જ નથી...! પાણી જેવું છે. પાની રે પાની તેરા રંગ કૈસા....પાની કહેઃ જીસમેં મિલા દો લગે ઉસ જૈસા... એટલે પૂર્વ સંપાદક હવે શબ્દોની દુનિયામાંથી જુમલાની દુનિયામાં ગયા હોય તો પછી 10-10 મહિલા પત્રકારો દ્વારા તેમના પર જાતિય શોષણના આરોપો જાહેરમાં પોતાના જીવ અને પોતાની કરિયરના જોખમે વર્ષો પછી #MeToo હેઠળ જાહેર કરવાની હિંમત કરે ત્યારે એમ કહેવું કે આ તો ચૂંટણીલક્ષી છે...! આરોપો ખોટા છે અને આરોપો મૂકનારાની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વળતી ધમકી આપવી એ તેમનો મૂળ સંપાદકીય કે પત્રકારીત્વનો ગૂણ નથી પણ એ સોબતની અસર છે. હશે.

    વર્ષો પહેલા એ મહિલા પત્રકારો સાથે તેમણે શું જાતિય શોષણ કર્યું કે ના કર્યું એ તો અકબર અને હોટેલના ઓરડાં જાણતા જ હશે ને. કહેવત છે ને કે મન જાણે પાપ અને મા જાણે બાપ. ખોટુ કર્યું નથી તો આરોપો પછી 4-5 દિવસ સુધી મૌન રહેવું એ પણ રાજકારણ જ છે. પેલા કોર્ટના કોઇ ચુકાદાની જેમ. ચુકાદો પસંદ હોય તો અબઘડી રિએકશન અને ચુકાદો મનગમતો ના હોય તોઃ- દેખિયે હમને અભી કોર્ટ કા ફેંસલા પઢા નહીં હૈ, ઇસલિયે અભી ઉસકે બારે મેં ટીપ્પણી કરના ઠીક નહીં હૈ ના...! એમ આરોપ પછી વિદેશમાં મનોમંથન કર્યું હશે. પાક્કા રાજકારણીની સલાબ પણ લીધી હશે ફોન પર. અને વિદેશથી આવ્યાં બાદ રિએક્શન. આરોપ ગલત હૈ. જો આરોપો ખોટા હોય કે હતા તો એ જ વખતે કહી શક્યા હોત. પણ ના એવું ના થયું. અકબર ધી ગ્રેટ, આ આરોપ મૂકનાર મહિલાઓ બુધ્ધિજીવી છે. ગંભીર છે. તકની રાહ જોતી હશે. તક મળી અને MeToo માં કહી દીધુ જે વર્ષોની પીડા દબાવીને રાખી હતી. આરોપ મૂકનારને ખબર છે કે તમે એક મંત્રીપદે છો. છતાં તેનાથી ડર્યા વગર અને ડગ્યા વગર અવાજ ઉઠાવ્યો તો તેમાં તમે ચૂંટણીની ચટણી નિહાળો તો એ માર્ગદર્શન કે એ બચાવના શબ્દો તમારા અંતરાત્માના નથી પણ કોઇ બીજાના છે.

    માનો કે વર્ષો પહેલાની જાતિય શોષણની ઘટના બની. કોઇની મજબૂરીનો તમે લાભ લીધો હોય અને વર્ષો પછી જો એ વાત નજર સમક્ષ આવે ને તો મનમાં કંઇક તો ડંખે. જેમાં ખુદાની સહી નથી એવા ધર્મ પાળનારને તે થવું જોઇએ. તમામ ગુનાના પુરાવા હોતા નથી. કેટલાક ગુનામાં નીતિમત્તા મહત્વની હોય છે. ખોટુ કર્યુ..? કોઇએ મને ઉજાગર કર્યો તો રાજીનામુ આપીને કહે કે હું નિર્દોષ પણ મારા કારણે સરકાર કે પાર્ટીને નુકશાન ના થાય એટલે પદનો ત્યાગ અને કરો નિષપક્ષ તપાસ. જુઓ પછી તમારા માનપાન વધે કે નહીં. પણ તેના બદલે રાજકારણીની ભાષા બોલવી એ દર્શાવે છે કે તેમની નિતિમતા ઉપર અસત્યના આવરણો ચઢી ગયા છે. કેટલીક મહિલાઓએ નામ જોગ અને સમય સ્થળ સાથે ઘટના દર્શાવી. છતાં તેને ચૂંટણીમાં ખપાવી દેવું તેનાથી તેમની પાર્ટી રાજી થશે પણ ઉપરવાળો નહીં હો અકબરભાઇ..વહાં દેર હૈ મગર અંધેર નહીં... કહતે કી ઉપરવાલે કી લાઠી મેં આવાજ નહીં હોતી. તમારી સામે એક મહિલા ખોટુ બોલે, બે મહિલા ખોટુ બોલે પણ 10-10 મહિલાઓ અને તે પણ મહિલા પત્રકારો? કે જેઓ સતત સત્યની સામે ઝઝુમવાનું કામ કરે છે તેમની નિષ્ઠાની સામે, તેમની સચ્ચાઇની સામે, તેમના દાવાની સામે જો ખોટુ જો બોલ્યાં તો બિના આવાજવાલી લાઠી નહીં છોડેગી. વહ લાઠી કી માર પાર્ટી કે કોઇ ઓર લોગ નહીં ખાયેંગે. ખોટુ કર્યાનો એકરાર એ ખુદાની સાથેનો સૌથી મોટો વણ- લિખિત કરાર છે. અને તેમાં ક્યાંય કોઇ સહી-સિક્કા હોતા નથી. બસ ઉસકી આંખ સે આંખ મિલાકે બાત કરો. ઇન્સાફ હો ગયા. માનો તો ગંગા મા, ના માનો તો બહતા પાની. ન્યાય તો મળશે એમને જેમણે આટલી હિંમત કરીને બેટી બચાવો...બેટી પઢાવો....વાળાઓ પાસેથી નહીં પણ જેમણે શોષણ કર્યું તેમની પાસેથી ઇન્સાફ માંગ્યો છે. આજે નહીં તો કાલે. ધીમે રહીને ક્યારે રાજીનામું પડશે ખબર પણ નહીં પડે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ