Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અનામત અને બિનઅનામત. સમાજ એક પણ ભાગલા બે. એકને ગોળ મળ્યો બંધારણને કારણે અને બીજો ખોળ ખાઇને ખાઇને કંટાળ્યો અને કહ્યું-મને પણ આપો ગોળ.મને પણ આપો અનામત. પણ સરકાર હૈ કી માનતી હી નહીં. ગુજરાતમાં હાર્દિક રૂપી માનવ બોંબ 25 ઓગસ્ટના રોજ ધડાકા-ભડાકા કરે તે પહેલાં તેના પર ટાઢુ પાણી રેડવા ગાંધીનગર મધ્યે ડે. સી.એમ. નીતિન પટેલ દ્વારા બિન અનામત એટલે પાટીદારો સહિત એવા વર્ગો કે જેઓ દલિત-આદિવાસી અને ઓબીસી નથી, સવર્ણો છે તેમના માટે પાંચ યોજનાઓ જાહેર કરી. 10 લાખની લોન, 15 લાખની લોન, ફુડ બિલમાં 1200ની સહાય, વિવિધ પરીક્ષાઓની તૈયારી માટે 20 હજારની સહાય એવી જાહેરાતો કરી. આવક મર્યાદા વાર્ષિક 3 લાખ. એટલે મહિને 25 હજારની આવક ધરાવતા પરિવારનો બાળક ધો. 10માં 70 ટકા લાવે, ધો.12માં 60 ટકા લાવે એ પછી જ લાભ મળે. ઓછા ટકા આવ્યાં તો ગયા.

    જાહેરાતો પર નજર નાંખીએ તો 58 જ્ઞાતિઓ અને દોઢ કરોડની વસ્તી માટે આ લાભો જાહેર કરાયા. 58 જ્ઞાતિઓમાં પાટીદાર પણ છે. અન્યો પણ હશે. પરંતુ દોઢ કરોડની વસ્તીમાં નબળા કેટલા? તેમાંથી જેમની આવક સરકારના ધારાધોરણ પ્રમાણે મહિને 25 હજારની કેટલાની..?તેનો કોઇ સર્વે-વર્વે તો કરાયો જ હશે ને... કે પછી 25 ઓગસ્ટ આવે છે અને હાર્દિક છવાઇ જશે...હાર્દિકની હવા કાઢી નાંખવા ફટ ફટાફટ જાહેરાતો કરી નાંખી અને હવે વિવિધ માધ્યમોથી પ્રચાર શરૂ થયો. જુઓ આ તમારા માટે જ છે. વિદેશ જવું છે ભણવા, લઇ જા 15 લાખ. ડોક્ટર થયો? દવાખાનું ખોલવું છે...બેંક 10 લાખની લોન આપે તો વ્યાજમાં 5 ટકાની રાહત સરકાર આપશે. પણ ભલા માણસ, એ માટે ડોક્ટર તો બનવું પડે ને..? મામલો જ ત્યાં અટકેલો છે. ડોક્ટર થવા ઓછા ટકે અનામતનો લાભ લઇને પ્રવેશ જોઇએ છે. જોઇએ છે અનામત અને આર્થિક સહાયોની લ્હાણીઓ જાહેર થાય, તો હાર્દિકનું દિલ કઇ રીતે પિગળે ભલા..? હાર્દિકના દિલ પર હવે પંજો કોતરાઇ ગયો છે, આ એક આડ વાત.

    બિનઅનામત વર્ગો માટે વાર્ષિક આવકનું ધોરણ મહત્તમ 3 લાખ અને તે કરતાં ઓછુ રાખવામાં આવ્યું છે. તે અંગે પુનઃ વિચારણા કરીને સરકારે સ્પષ્ટ કરવું અને કહેવું જોઇએ કે આર્થિક રીતે નબળા હોય એ તમામને લાભ. જેની આવક 3 લાખ કરતાં થોડીક વધારે જેમ કે 4 લાખ કે 5 લાખ હોય તો એ કાંઇ અમીર નથી. 4 કે 5 લાખની આવક હોય તો તેને આ લાભો નહીં મળે. એટલે એ લોકો 3 લાખની આવકના દાખલા માટે પ્રસાદી ધરાવશે જે તે કચેરીમાં. બીજુ, લાભો માટેની શરત કે 70 ટકા હશે તો... 60 ટકા હશે તો... લોન મળશે, સહાય મળશે...એમાં કોઇ ફેરફાર કરો. એ ટકામાં બાંધછોડ રાખો. 70 ટકા માટે ધો.1થી10 કે 12 સુધી ટ્યુશન રાખ્યું હોય તો માંડ માંડ 70 ટકા મળે. ટકા લાવવા માટે સંતાનો પર બિનજરૂરી દબાણ લાવશે વાલીઓ એ વધારામાં. એમાં વળી જે વર્ષે પેપરો તપાસવામાં ગરબડો થઇ તો ઓછા ટકા આવ્યાં પણ ઇરાદો મજબૂત છે તો એ વિદ્યાર્થીને આ સરકારી લાભો નહીં મળે. તો એ શું કરશે? સરકારે એના માટે પણ ઉદારતા દાખવવી પડશે.

    25 ઓગસ્ટનો ડર સરકારના મનમાં હોવાનો ગણગણાટ સંભળાઇ રહ્યો છે. તેથી આ પંચામૃત સમાન પાંચ જાહેરાતો કરી. પણ તેનાથી નિકોલમાં નિકાલ થઇ જવાનો નથી. નિકોલ 25મીથી એપી સેન્ટર બનવાનું છે. સરકારે પણ પોતાનું આખુ તંત્ર નિકોલમાં હાર્દિક એન્ડ કંપની માટે ખડે પગે રાખવું પડશે. હાર્દિક નિકોલના ફ્રી પાર્કિંગમાં ખુલ્લી જીપ કે ખુલ્લી કાર લઇને તેમાં બેસી રહે તો તંત્ર તેને કઇ રીતે ત્યાંથી હટાવશે? કારમાં બેસીને આમરણાંત ઉપવાસ એ એક નવતર આઇડિયા છે. હાર્દિકના બધા જ સાથીઓ એક એક કાર લઇને એ પાર્કિંગમાં અડ્ડો જમાવી દે તો ? ફ્રી પાર્કિંગ છે, ગમે ત્યાં સુધી બેસી શકે. અહિંયા આંદોલનો કરવા નહીં..... એવું નિકોલમાં કોઇ હાર્દિકને કહી શક્શે?

    નિકોલનો નિકાલ અને નિચોડ એ છે કે નીતિમત્તાથી અનામત આપો. આજના જેવી જાહેરાતો તો અગાઉ થયેલી જ છે. મરાઠાઓને અનામત આપવા મહારાષ્ટ્ર સરકાર તૈયાર થઇ તો ગુજરાતમાં પાટીદાર સહિત અન્યોને અનામતમાં સમાવી લેવામાં સરકાર સમજદારી દર્શાવે. કેમ કે ચૂંટણીઓ દરવાજે ટકોરા મારી રહી છે:-મે આઇ કમ ઇન..?! ક્યા મૈં આ શક્તી હૂં..?!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ