વિદ્યાર્થી-વાલીઓ પાસેથી બેફામ ફી ઉઘરાવતી ધોરણ 1 થી 12ની ખાનગી શાળઆઓ હવેથી સરકારે નિયત કરેલી ફી જ વસુલી શકશે. પ્રાથમિક ખાનગી શાળામાં વાર્ષિક મહત્તમ રુ. 15 હજાર, માધ્યમમિક શાળામાં 25 હજાર અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 27 હજારની ફીનું ધોરણ નક્કી કરાયું. જેનો અમલ 2017ના નવા શૈક્ષણિક સત્રથી કરાશે.