Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇરાનના પરમાણુ મથકો પર અમેરિકાના બોમ્બમારા બાદ ઇરાનની સંસદે એક એવો નિર્ણય લીધો છે જેની વિશ્વભરમાં મોટી અસર થઇ શકે છે. ઇરાનની સંસદે વિશ્વભરને ઓઇલ અને અન્ય ઇંધણ પુરુ પાડવા માટે મહત્વપૂર્ણ એવા એક સ્થળ  હોર્મુઝ ખાડી એટલે કે જળડમરૂને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. ઇરાનની સંસદ દ્વારા આ સ્થળને બંધ કરવાના નિર્ણયને મંજૂરી પણ આપી દીધી છે. ઇરાનના આ નિર્ણયથી વિશ્વભરમાં મોટાભાગના દેશોના ઇંધણ સપ્લાય પુરવઠા પર માઠી અસર થવાની ભીતિ છે. કેમ કે આ એક એવું સ્થળ છે જ્યાંથી વિશ્વભરમાં સપ્લાય થતા ઇંધણનો 25 ટકા હિસ્સો પસાર થાય છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ