બજારમાં 10 રૂપિયાના મુલ્યના અલગ-અલગ ડિઝાઈનના સિક્કાને કારણે લોકોમાં છેલ્લા ખાસ્સા સમયથી ભારે ભ્રમણાની સ્થિતિ ઊભી થઈ છે અને નકલી સિક્કા ફરતા થયા હોવાની અટકળો વહેતી થઈ છે. ત્યારે રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ સિક્કા નકલી નથી અને અમાન્ય નથી. તમામ સિક્કા ચલણમાં છે અને કાયદેસર છે. અલગ-અલગ સમયે આ સિક્કા બજારમાં મુકાયા હોવાથી તે અલગ-અલગ ડિઝાઈનના છે.