અદાલતની અવમાનનાના કેસમાં દોષી ઠરેલા સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણે તેમની વિવાદાસ્પદ ટ્વિટ અંગે અદાલતની માફી માગવાનો ઇનકાર કરી દેતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે સજાની સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણને તેમના નિર્ણય પર પુનઃવિચારણા કરવા બે દિવસનો સમય આપ્યો હતો. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ બી આર ગવઇ અને જસ્ટિસ ક્રિશ્ના મુરારિની બેન્ચે જણાવ્યું હતું કે, જો પ્રશાંત ભૂષણ તેમની ભૂલની કબૂલાત કરે તો અદાલત ઘણી ઉદાર બની શકે છે. જસ્ટિસ અરુણ મિશ્રાએ જણાવ્યું હતું કે, જો તમે તમારી ટિપ્પણીઓમાં સંતુલન નહીં જાળવો તો તમે ન્યાયતંત્રનો નાશ કરી નાખશો. અદાલતો અવમાનનાની સજા ભાગ્યે જ આપતી હોય છે. સંતુલન અને સંયમ જરૂરી છે. દરેક બાબત માટે એક લક્ષ્મણરેખા હોય છે. શા માટે તમારે લક્ષ્મણરેખા પાર કરવી જોઇએ? મેં જજ તરીકેના મારા ૨૦ વર્ષના કાર્યકાળમાં અદાલતની અવમાનના માટે કોઇને સજા કરી નથી. અમે પ્રશાંત ભૂષણને માફી માગવાનો બેથી ત્રણ દિવસનો સમય આપીએ છીએ.