અમેરિકાના વોશિંગટનમાં આજે શુક્રવારે (9 મે, 2025) ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી પાકિસ્તાનને 1.3 અબજ ડોલરના બેલઆઉટ પેકેજનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જોકે, ભારતે આ અંગે મતદાનથી દૂર રહીને વિરોધ કર્યો છે. ભારતે બેઠક દરમિયાન ચિંતા વ્યક્ત કરી હતી કે, પાકિસ્તાનને અપાતી નાણાકીય સહાયથી આતંકવાદી સંગઠનોને પરોક્ષ રીતે મદદ મળે છે. આ સિવાય ભારતે IMFની જ એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનને વારંવાર નાણાકીય સહાય આપવાને લીધે તે IMF માટે 'too-big-to-fail' દેવાદાર બની ગયું છે.