પાકિસ્તાનના આતંકવાદ પર પ્રહાર કરવા ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડયું હતું, જેને કારણે ઉશ્કેરાયેલા પાકિસ્તાને સરહદે ભારે તોપમારો કર્યો હતો. રાજૌરીમાં રહેણાંકી વિસ્તારોમાં કરાયેલા આ તોપમારામાં જમ્મુ કાશ્મીરના આઇએએસ અધિકારી એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર રાજકુમાર થાપાનું મોત નિપજ્યું હતું. પાકે. થાપાના ઘર પર મોર્ટાર શેલનો મારો ચલાવ્યો હતો. જેમાં થાપાના ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. પાક.ના આ ગોળીબાર અને મોર્ટાર શેલમારામાં આ અધિકારી ઉપરાંત સેનાના જેસીઓ સુબેદાર મેજર શહીદ થયા હતા જ્યારે વધુ પાંચ લોકોના મોત નિપજ્યા હતા.