21 જૂન એટલે કે યોગ દિવસ. આજે રાજયના દરેક જિલ્લાના લોકો યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે યોગ કર્યા. જયારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ઉત્તરાખંડના દહેરાદૂનમાં રાજ્યપાલ ગુરમીત સિંહ સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. દેશભરમાં યોગ દિવસના કાર્યક્રમોમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, અનેક કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક અન્ય નેતાઓએ પણ ભાગ લીધો હતો.