કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસને મામલે ગુજરાત બીજા સ્થાને છે. હાલ કેરળમાં સૌથી વધુ 1184, ગુજરાતમાં 912 જ્યારે પશ્ચિમ બંગાળમાં 747 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.
સૌથી વધુ એક્ટિવ કેસમાં કેરળ 1184 સાથે મોખરે, ગુજરાત 912 સાથે બીજા સ્થાને
ગુજરાતમાં કોરોનાના જે એક્ટિવ કેસ છે તેમાંથી અડધાથી વધુ માત્ર અમદાવાદથી છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 39 કેસ નોંધાયા હતા. આ સાથે જ એક્ટિવ કેસ વધીને હવે 589 થઇ ગયા છે. આ 589માંથી 12 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે અન્ય હોમ આઇસોલેશનમાં છે. હાલ જે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે તેમાંથી પણ મોટાભાગના કો મોર્બિડ છે અને તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે.