Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મંગળવારે રાત્રે ભારે હિંસા (Bengaluru Violence) ભડકી હતી. કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) શ્રીનિવાસ મૂર્તિ (Srinivas Murthy)ના ઘર પર બેકાબુ ભીડે હુમલો કર્યો છે. બેકાબુ ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો છે. આ સિવાય આગચંપીની ઘટનાઓ પણ સામે આવી છે. બેકાબૂ ટોળાને કાબૂમાં કરવા માટે પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેમાં બે લોકો મોતને ભેટ્યાં છે.

પોલીસ અને બેકાબુ ટોળા વચ્ચેના ઘર્ષણમાં 60 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. બેકાબૂ ટોળાએ ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ઘર ઉપરાંત બેંગલુરુ ઈસ્ટના કેજી હલ્લી પોલીસ સ્ટેશન ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટના વિરોધમાં કરવામાં આવ્યો છે. આ વિવાદિત પોસ્ટ ધારાસભ્યના ભત્રીજાએ કરી હતી. જો કે બાદમાં આ પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે.

આ અંગે કર્ણાટકના ગૃહમંત્રી બસવરાજ બોમ્મઈએ જણાવ્યું કે, સમગ્ર કેસની તપાસ થવી જોઈએ. વધારાનો પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવ્યો છે. તોફાની તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. મેં ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે. કોઈએ ડરવાની જરૂર નથી. હાલ પોલીસ પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયત્ન કરી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ