થાઈલેન્ડમાં બેંગકોક નજીક એક બસમાં આગ લાગવાથી તેમાં સવાર મ્યાનમારના 20 પ્રવાસી મજૂરના મોત નિપજ્યાં છે. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ હતી જ્યારે બસ થાઈલેન્ડના તાક પ્રાંતમાંથી બેંગકોક તરફ આવી રહી હતી. દુર્ઘટના મોડી રાત્રે બની હતી. જોકે આ દુર્ઘટનાના કારણની જાણ થઈ શકી નથી. બનાવની જાણ થતાં આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ થયો હતો પરંતુ જાનહાનિનો આંક વધ્યો હતો.