નવી દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાની હાઇ કમિશનમાં ફરજ બજાવતા એક અધિકારીને પર્સોના નોન ગ્રેટા જાહેર કરી દેવાયા છે અને તેને 24 કલાકમાં દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે. ભારતે આ કાર્યવાહી પાકિસ્તાની અધિકારીના પોતાના અધિકારક્ષેત્રની બહાર અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ભારતે આજે(13 મે) આ સંદર્ભમાં પાકિસ્તાન હાઈ કમિશનના પ્રભારીને એક ડિમાર્ચ (બીજા દેશ સામે લેવાયેલ રાજદ્વારી પગલું) જારી કર્યું અને ઉપરોક્ત અધિકારીને 24 કલાકની અંદર દેશની બહાર મોકલવા જણાવ્યું.