Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગરથી રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે. આજે સવારથી જ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠકોનો દોર ચાલ્યો હતો અને ત્યારબાદ મુખ્યમંત્રીએ પત્રકારોને માહિતી આપી હતી. આ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં કોરોનાની સારવાર માટે 3500 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. 

મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાના કેસ મામલે અને રિકવરી રેટ મામલે ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્ય કરતાં સારી છે. અગાઉ ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ખુબ ગંભીર હતી પરંતુ સરકારે માઈક્રો પ્લાનિંગ કરી અને ત્યાં પણ સ્થિતિને કંટ્રોલ કરી છે. રાજકોટ અને વડોદરામાં કેસ વધી રહ્યા છે તે વાતનો સ્વીકાર કરતાં તેમણે કહ્યું હતું કે હવે રાજકોટ ખાતે પણ કેસ વધી રહ્યા છે પરંતુ આ સ્થિતિને કંટ્રોલમાં લેવા પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જરૂર જણાશે તો કંન્ટેઈમેન્ટ ઝોનમાં ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે. 

રાજકોટમાં જરૂરી સારવારના સાધનો અને ડોક્ટરો સહિતનો સ્ટાફ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય એક મોટી જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી. રાજકોટમાં કોરોનાલક્ષી વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રીએ વધારાના 5 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત પણ કરી છે. તેમણે કહ્યું હતું કે સૌરાષ્ટ્રના દર્દીઓ પણ સારવાર માટે રાજકોટ આવે છે ત્યારે અહીં હોસ્પિટલ પર પ્રેશર વધારે હોય છે. તેવામાં ધનવંતરી રથનું પ્રમાણ પણ વધારવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ