ગતરોજ બુધવારે એક જાહેર સુનાવણીના કાર્યક્રમ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા (CM Rekha Gupta) પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર આરોપી રાજેશ સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીને બુધવારે રાત્રે દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના દ્વારકામાં મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.