મુંબઈના સૌથી ધનિક ગણેશ પંડાલ જીએસબી સેવા મંડળ, કિંગ્સ સર્કલે આ વર્ષે રેકોર્ડ 474.46 કરોડ રૂપિયાનો વીમો કરાવ્યો છે. જ્યારે ગત વર્ષની પોલિસી 400 કરોડ રૂપિયાની હતી. આ વધારો સોના અને ચાંદીની વસ્તુઓની વધતી કિંમતો અને વધુ સ્વયંસેવકો અને પૂજારીઓની ભરતીના કારણે થયો છે.